<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

ગુજરાત સરકારે કેમિકલ અને એગ્રો સેક્ટરમાં ૧,૩૭૧ કરોડથી વધુના રોકાણને મંજૂરી આપી

આ રોકાણો મુખ્યત્વે કેમિકલ, એગ્રો અને મિનરલ (ખનિજ) સેક્ટરમાં કરાશે : આ નવા પ્રોજેક્ટ્સ આવવાથી રાજ્યમાં રોજગારીની નવી તકોનું સર્જન થશે અને સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે

 

અમદાવાદ : ગુજરાત સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિએ રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે ૧,૩૭૧ કરોડ રૂપિયાથી વધુના નવા રોકાણ પ્રસ્તાવોને મંજૂરી આપી દીધી છે. આ રોકાણો મુખ્યત્વે કેમિકલ, એગ્રો અને મિનરલ (ખનિજ) સેક્ટરમાં કરવામાં આવશે. આ નવા પ્રોજેક્ટ્સ આવવાથી રાજ્યમાં રોજગારીની નવી તકોનું સર્જન થશે અને સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે. સરકાર દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટેની નીતિ અંતર્ગત આ મંજૂરી આપવામાં આવી છે. ખાસ કરીને દહેજ અને સાણંદ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં આ એકમો સ્થપાય તેવી શક્યતા છે. આ નિર્ણય વાઈબ્રન્ટ ગુજરાતના લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની દિશામાં એક મહત્વનું પગલું ગણાઈ રહ્યું છે.

(1:19 AM IST)