હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 30th January 2026
ગુજરાતના દરિયાકાંઠે તોફાની પવનો ફૂંકાવાની શક્યતા: માછીમારોને ચેતવણી: અરબી સમુદ્રમાં સર્જાયેલા દબાણને કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે
તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના: દરિયાકાંઠાના ગામોમાં પણ તકેદારી રાખવા વહીવટી તંત્રને એલર્ટ મોડ પર

અમદાવાદ : હવામાન વિભાગ (આઈએમડી) દ્વારા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી થોડા દિવસો દરમિયાન વાતાવરણમાં પલટો આવવાની અને તોફાની પવનો ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા દબાણને કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે, જેને પગલે પવનની ગતિ સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે.
તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના બંદરો પર ભયજનક સિગ્નલો અને એલર્ટ જારી કરવામાં આવ્યા છે. દરિયાકાંઠાના ગામોમાં પણ તકેદારી રાખવા વહીવટી તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે. આગામી ૪૮ કલાક દરમિયાન પવનની ગતિ ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
(1:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
