હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વર્લ્ડ ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ ટોપ-૧૦ સિટીમાં રાજકોટ-સુરત
ગ્લોબલ ઈકોનોમિક મેપ પર ગુજરાતનો દબદબોઃ ભારતમાં સુરત પ્રથમ અને રાજકોટ સાતમા નંબર પર સામેલ : કેન્દ્રના આર્થિક સમીક્ષા-રિપોર્ટ મુજબ ‘૨૦૧૯-૨૦૩૫' દરમિયાન વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકાસ પામતા ટોપ-૧૦ શહેરોમાં પ્રથમ નંબરે સુરત ૨૦૩૫માં સુરત શહેરની GDP રૂ.૧૧,૬૫,૪૮૦ કરોડ અને રાજકોટની GDP રૂ.૨,૪૫,૪૩૪ કરોડ હશે

ગાંધીનગર,તા.૩૦: ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એવા ૪ મહાનગરો મેટ્રો સિટી તરીકે ઓળખાય છે, જે વસતિ અને વિકાસની દષ્ટિએ રાજ્યના મોખરાના મહાનગરો છે. પરંતુ છેલ્લા એક દાયકા દરમિયાન ગુજરાતના સુરત અને રાજકોટ જેવી મેટ્રો સિટીએ ખાસ્સું કાઠું કાઢ્યું છે. સામાન્ય રીતે ગુજરાત, દેશનું ગ્રોથ એન્જિન મનાય છે પરંતુ આગામી દસકા દરમિયાન જ રાજ્યના સુરત અને રાજકોટ ગુજરાતના ગ્રોથ એન્જિન તરીકે માન્યતા મેળવે તો કાંઈ નવાઈ પામવા જેવું નહીં રહે તેમ નવગુજરાત સમયનો અહેવાલ જણાવે છે.
તાજેતરના ભારત સરકારના આર્થિક સર્વેક્ષણ અને ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના ડેટા મુજબ, વર્ષ ૨૦૧૯-૩૫ દરમિયાન વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં ભારતના ટોપ-૧૦ શહેરોની યાદીમાં ગુજરાતના આ શહેરોએ મેદાન માર્યું છે. ખાસ કરીને સુરત સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે. આ રિપોર્ટ મુજબ, શહેરોનું કદ બમણું થવાથી ઉત્પાદક્તામાં ૧૨ ટકાનો વધારો થાય છે. જેનો સીધો લાભ ગુજરાતને મળી રહ્યો છે, જ્યારે ભારત કટ્રિલિયન ડોલરની ઈકોનોમી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતના આ શહેરો માત્ર રહેઠાણ માટેના સ્થળો નથી પરંતુ ‘ઈકોનોમિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર' તરીકે ઉભરી આવ્યા છે. સુરત, રાજકોટ અને અમદાવાદ જેવા શહેરો આવનારા દાયકામાં વૈશ્વિક રોકાણકારો માટે હોટસ્પોટ બની રહેશે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને લોકસભામાં રજૂ કરેલા આર્થિક સમીક્ષા- રિપોર્ટમાં દર્શાવેલા કોષ્ટક મુજબ ૨૦૧૯-૨૦૩૫ ના સમયગાળા દરમિયાન વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકાસ પામતા શહેરોમાં ભારતના ટોપ-૧૦ શહેરોમાં પ્રથમ નંબરે સુરત છે, જેનું કારણ એ છે કે, વિશ્વમાં સુરત એક એવું શહેર છે કે, ૨૦૧૯-૨૦૩૫ના સમયગાળામાં તેનો ગ્રોથ (વિકાસ) વાર્ષિક ૯.૧૭ ટકા જેટલો હશે. વર્ષ ૨૦૧૮માં તેની વાર્ષિક આવક (GDP) ૨૮.૫ બિલિયન ડોલર-(રૂ. ૨,૬૧,૯૭૭ કરોડ) હતી. જે હવે વર્ષ ૨૦૩૫માં વધીને ૧૨૬,૮ બિલિયન ડોલર (રૂ. ૧૧,૬૫,૪૮૦ કરોડ) થશે. આમ તો, ૨૦૩૫માં બેંગાલુરુ અને તિરુચીરાપલ્લીની કુલ વાર્ષિક આવક સુરત કરતા વધુ હશે પરંતુ તેનો વાર્ષિક વિકાસ દર સુરત કરતા ઓછો હશે અર્થાત વાર્ષિક વિકાસ દરની દષ્ટિએ સુરત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં સુરત પ્રથમ ક્રમનું શહેર હશે
એવી જ રીતે વિશ્વમાં સૌથી વધુ ઝડપે વિકાસ કરનારા ટોપ-૧૦ શહેરોમાં રાજકોટ ૭મા નંબરે છે, કેમકે તેનો વાર્ષિક વિકાસ દર ૨૦૧૯-૨૦૩૫ દરમિયાન ૮.૩૩ ટકા હશે. ૨૦૧૮માં રાજકોટનું GDP (કુલ વાર્ષિક આવક) ૬.૮ બિલિયન ડોલર (રૂ. ૬૭,૫૦૩ કરોડ) હતું. જ્યારે તે વર્ષ ૨૦૩૫માં ૨૬.૭ બિલિયન ડોલર (રૂ.૨,૪૫,૪૩૪ કરોડ) હશે. અહીં નોંધનીય છે. કે, વિશ્વમાં સૌથી વપુ ઝડપી વિકાસ પામનારા ટોપ-૧૦ શહેરોમાં ભારતના જે ૧૦ શહેરોનો સમાવેશ કરાયો છે, તેમાં પ્રથમ સુરત, બીજા ક્રમે આવ્યા, ત્રીજા ક્રમે બેગાલુરુ, ચોથા ક્રમે હૈદરાબાદ, ત્યારબાદ નાગપુર, તિરુપુર, રાજકોટ, તિરુચીરાપલ્લી, ચેન્નાઈ અને ૧૦મા નંબરે વિજયવાડાનો સમાવેશ થાય છે.
સુરત ૯.૧૭ ટકાના વાર્ષિક વૃદ્ધિ દર સાથે વિશ્વમાં પ્રથમ ક્રમે
ઞ્જ વર્ષ ૨૦૧૮માં સુરતની GDP આશરે ૨૮.૫ બિલિયન ડોલર હતી, જે ૨૦૩૫ સુધીમાં વધીને ૧૨૬.૦ બિલિયન ડોલર થવાનો અંદાજ
ઞ્જ ટેક્સટાઇલ અને ડાયમંડ ઉધોગ બાદ હવે આ શહેર આધુનિક સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચરિગમાં પણ કાહુ કાઢી રહ્યું છે
રાજકોટ ૮.૩૩ ટકાના વાર્ષિક વૃદ્ધિ દર સાથે આગળ વધી રહ્યું છે
ઞ્જ એન્જિનિયરિંગ હબ તરીકે જાણીતું શહેર૨૦૩૫ સુધીમાં તેની GDP ૨૬.૭ બિલિયન ડોલર સુધી પહોંચાડે તેવી શક્યતા
ઞ્જ રોડ, કનેક્ટિવિટી અને ટ્રાન્સપોર્ટની ઉત્તમ સુવિધા, ઉદ્યોગો માટે સાનુકૂળ વાતાવરણ અને નવીનતા
વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકાસ પામી રહેલા ભારતના ટોપ-૧૦ શહેર
શહેર વાર્ષિક વૃદ્ધિ રાજ્ય
દ૨ (%)
સુરત ૯.૧૭ ગુજરાત
આગ્રા ૮.૫૮ ઉ.પ્રદેશ
બેંગાલુરુ ૮.૫૦ કર્ણાટક
હૈદરાબાદ ૮.૪૭ તેલંગાણા
નાગપુર ૮.૪૧ મહારાષ્ટ્ર
તિરુપુર ૮.૩૬ તમિલનાડુ
રાજકોટ ૮.૩૩ ગુજરાત
તિરુચિરાપલ્લી ૮.૨૯ તમિલનાડુ
ચેન્નાઈ ૮.૧૭ તમિલનાડુ
વિજયવાડા ૮.૧૬ આ. પ્રદેશ









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
