હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટેક્સી-મેક્સી વાહનોના રજિસ્ટ્રેશન અને પરમિટ માટે નવી પોલિસીની જાહેરાત
જાન્યુઆરીથી અટકેલા રજિસ્ટ્રેશનના પ્રશ્નોનો અંત આવશે : પોર્ટલ પર વ્હીકલ લોકેશન ટ્રેકિંગ ડિવાઈસનો ડેટા અપલોડ થયા બાદ મંજૂરી મળશે

અમદાવાદ,તા.૩૦: ગુજરાત વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા વિગતવાર માર્ગદર્શક સૂચનાઓ (SOP) જાહેર કરવામાં આવી છે. આ સાથે જ વ્હીકલનું રજિસ્ટ્રેશન પણ શરૂ કરી દેવાયું છે. જેને કારણે વાહનમાલિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
કેન્દ્રીય પરિવહન મંત્રાલયના પત્ર બાદ હવે તમામ પબ્લિક સર્વિસ વાહનો (ટૂ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ઈ-રિક્ષા સિવાય) અને નેશનલ પરમિટ ધરાવતા વાહનોમાં વ્હીકલ લોકેશન ટ્રેકિગ ડિવાઈસ (sTD) અને ઈમરજન્સી બટન લગાવવું ફરજિયાત છે.
નવા નિયમ મુજબ, વાહન માલિક અથવા ડીલરે અધિકૃત ઉત્પાદક પાસેથી તવ્ઝ ફિટ કરાવીને તેની વિગતો પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરવાની રહેશે. ડીલરોએ તેમના લેટરપેડ પર ચેસિસ નંબર, sTD મેકર, સિરિયલ નંબર અને IMEI નંબર જેવી વિગતો સાથેનું પત્રક તૈયાર કરી સંબંધિત RTO કચેરીને ઈ-મેઈલ કરવાનું રહેશે. RTO કચેરી આ વિગતોની ચકાસણી કરીને વધુમાં વધુ ૩ દિવસમાં પોર્ટલ પર મંજૂરી આપશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
