હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજ્યના ૮ મ્યુ. કમિશનરોને ૪૮ કલાકનું અલ્ટિમેટમ, રસ્તા ઉપર જાઓ, ટ્રાફિકની સમસ્યાને ઉકેલો
ઈલેક્શન ઈફેક્ટઃ CM, ડે.CM અને શહેરી વિકાસ મંત્રીએ ઉધડો લીધો : તાબાના તંત્રમાંથી પેન્ડિંગ કામોનો નિકાલ નહી કર્યો તો નોટિસ આપવાની ચીમકી

ગાંધીનગર,તા.૩૦: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલા જનપ્રતિનિધીઓની ટર્મ પૂર્ણતાને આડે માંડ એક મહિનો બાકી રહ્યો છે. ચૂંટણી નજીકમાં છે તેવામા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, જામનગર,ભાવનગર અને ગાંધીનગર એમ આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરોને સરકારે રસ્તા ઉપર ઉતરીને રોડની ગુણવત્તા, સ્વચ્છતા અને ટ્રાફિક સહિતના નાગરીકલક્ષી પડતર પ્રશ્નોને ઉકેલવા ૪૮ કલાકનું અલ્ટિમેટમ આપ્યુ છે.
ઉપરોક્ત આઠ મ્યુનિ. કમિશનરો, મેયરને ગુરૂવારે ગાંધીનગર બોલાવવામા આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ સાથે બે તબક્કે મળેલી બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરોનો ઉઘડો લેવાયાનું બહાર આવ્યુ છે. છેલ્લા કેટલાક સમયથી મંત્રી પરિષદ-કેબિનેટની બેઠકમાં મહાનગરોમાં રસ્તાની ગુણવત્તાનો મુદ્દો ઉપસ્થિત થાય છે. તેવામાં સુરત નજીક પાણીની ટાંકી પહેલા જ દિવસે ધરાશાયી થતા ભ્રષ્ટાચાર, નાગરીક સેવામાં ગુણવત્તાને લઈને પ્રશ્નો ઉઠ્યા છે. દરમિયાન ફેબ્રુઆરીના અંતે ચૂંટાયેલા જનપ્રતિનિધીઓની ટર્મ પૂર્ણ થાય તે પહેલા ગુરૂવારે આઠેય મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરો-મેયરોને ગાંધીનગર બોલાવાયા હતા. બે તબક્કે મળેલી બેઠકમાં સરકારમાંથી કમિશનરોને વિકાસના કામો માટે નિર્ણયોની પેન્ડન્સી ૪૮ કલાકમાં પૂર્ણ કરવા આદેશ કરવામા આવ્યો હોવાનું જણાવતા ટોચના અધિકારીએ કહ્યુ કે, બેઠકમાં જો કમિશનરોએ તાબા હેઠળના તંત્રમાં પણ પેન્ડિંગ કામોનો નિકાલ ન કર્યો તો નોટિસ આપવાની પણ ચિમકી છે.
મહાનગરોમાં પહેલાથી ટ્રાફિકની સમસ્યાઓ છે. જેને ઉકેલવા રોડની ડિઝાઈન, દબાણ અને વિવિધ વિકલ્પો ઉપર કામ કરવા કહેવાયુ છે. તમામ પ્રકારના બાંધકામો, રસ્તાની ગુણવત્તાને કમિશનરોએ જાતે જઈને ચકાસણી કરવાનો આદેશ અપાયો છે.
જનપ્રતિનિધિઓનું સાંભળો અને પછી ત્વરિત નિર્ણય લો
મુખ્યમંત્રીએ કોર્પોરેશનના કમિશનર- મેયરો સાથે વન ટુ વન બેઠક કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ કમિશનરોને ચૂંટાયેલા જનપ્રતિનિધીઓની રજૂઆતો, પ્રશ્નો સાંભળીને ત્વરીત નિર્ણય લેવા માટે કહ્યુ છે. અલબત્ત આઠમાંથી ૬ કોર્પોરેશનમાં જનપ્રતિનિધીઓની પાંચ વર્ષની ટર્મમાં હવે માંડ એક મહિનાનો જ સમય બાકી રહ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
