હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જસદણમાં કસ્તુરબા ગાંધી ગર્લ્સ બાલિકા વિદ્યાલયની હોસ્ટેલનું લોકાર્પણ

(નરેશ ચોહલીયા દ્વારા) જસદણ તા. ૩૦ :.. જસદણમાં કમળાપુર રોડ ઉપર સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ મોડેલ સ્કૂલ નજીક રૂ. ૪૩૬ લાખના ખર્ચે નિર્મિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ગર્લ્સ હોસ્ટેલનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે રીબીન કાપીને લોકાર્પણ કરાતા જણાવ્યું હતું કે, અહીં હોસ્ટેલમાં હાલ ૧૦૦ જેટલી દીકરીઓ રહે છે. હોસ્ટેલનું નવું બિલ્ડીંગ બનવાથી અન્ય ૧૮૪ દીકરીઓને રહેવા-જમવાની સુવિધાનો લાભ મળી શકશે. ગુજરાત સરકાર કન્યા કેળવણી અર્થે અભ્યાસના દરેક તબક્કે દીકરીઓને સહયોગ આપે છે. એકપણ દીકરી શિક્ષણથી વંચિત ના રહે તથા જસદણ તાલુકાની બહાર ભણવા ના જવું પડે, તે હેતુસર બાલવાટિકાથી લઈને કોલેજ સુધી અભ્યાસ કરવાની વ્યવસ્થા જસદણ તાલુકામાં છે. ઉપરાંત, રોજગારી અંગે માર્ગદર્શન માટે જસદણ-વિંછીયા પંથકમાં નિયમિત રીતે કારકિર્દી-માર્ગદર્શન સેમિનાર ગોઠવવાનું આયોજન છે.
આ તકે નાયબ મામલતદાર શ્રી મનસુખભાઈ સુરાણી, જિલ્લા પ્રોજેક્ટ ઇજનેર ભરતભાઈ પરમાર સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
