News of Friday, 30th January 2026
ગાંધીનગર આયુર્વેદ હોસ્પિટલમાં ફરી વૈદ્ય રાકેશ ભટ્ટની નિમણૂક

રાજકોટ તા.૩૦: ગાંધીનગરમાં તબીબી (આયુર્વેદ) ક્ષેત્રે લોકપ્રિયતા મેળવનાર વૈદ્ય રાકે
શ નવનિતલાલ ભટ્ટ (પંચકર્મ વર્ગ-૧) વયમર્યાદાના કારણે નિવૃત થયા બાદ સરકારે ફરી સેકટર ૨૨-ની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં કરાર આધારિત નિમણુંક કરી છે.
વૈદ્ય રાકેશ નવનિતલાલ ભટ્ટે નાડી વૈદ્ય તરીકે અંદાજે પ લાખથી વધુ નાડી પરિક્ષણ કર્યા છે. સરેરાશ રોજની ૨૦૦ દર્દીની સારવાર કરતા ચિકનગુનિયાનો ઉકાળો બનાવેલ તેના માટે સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવેલ. અંબાજી જતા પ લાખ પદયાત્રીઓને ઉકાળો પીવડાવ્યો હતો. સ્વાઇન ફલ્યુ, કોરાનાના ઉકાળા પીવડાવવાની સેવા પણ કરી હતી. સરકાર દ્વારા તેમને શ્રેષ્ઠ વૈદ્ય તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. વૈદ્ય તરીકે તેમણે અપાર લોકપ્રિયતા મેળવી છે. તેમની ફરી નિમણુંક બદલ તેમના પર અભિનંદન વર્ષા (મો.૮૧૬૦૫ ૧૧૫૭૫) થઇ રહી છે.(૨.૧૦)
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
