News of Friday, 30th January 2026
દ્વારકાધીશ જગત મંદિરમાં રાજાધિરાજને શીશ ઝૂકાવતા ભૂપેન્દ્રભાઇ

દ્વારકા-ખંભાળીયા : રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિરમાં પધારી રાજાધિરાજ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી પૂજન અર્ચન કર્યુ હતું. વારાદાર પુજારી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે મુખ્યમંત્રી હસ્તે ભકિતભાવ સાથે શ્રીજીની પાદુકાનું પૂજન કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ શ્રીજીના સાનિધ્યમાં રાજયના નાગરીકોની સુખ, સમૃધ્ધિ અને શાંતિ હેતુ હૃદયપુર્વક પ્રાર્થના કરી હતી. (તસ્વીર-અહેવાલ : વિનુભાઇ સામાણી, દિપેશ સામાણી(દ્વારકા), કૌશલ સવજાણી (ખંભાળીયા)
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
