<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

ધો.૧૦-૧૨ની બોર્ડના વિષયોની શાળા કક્ષાની પરીક્ષાનો પ્રારંભ

શાળાકક્ષાએ લેવાની થતી સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષા ૩ ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ

રાજકોટ તા.૩૦: ગુજરાત રાજય માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી સમગ્ર ગુજરાત રાજયમાં ધો.૧૦-૧૨ની શિક્ષણ બોર્ડના વિષયોની શાળા કક્ષાની પરીક્ષાનો પ્રારંભ થયો છે.

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણબોર્ડની ૨૬ફેબ્રુઆરીથી શરૂ થનારી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા પહેલા શાળાકીય વિષયોની પરીક્ષા આજથી શરૂ કરવામાં આવી છે.

 શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧૨ના અમુક વિષયોની પરીક્ષા લેવાની જવાબદારી જે તે શાળાઓને સોંપવામાં આવેલી છે. જેથી શાળાઓ દ્વારા બોર્ડની પરીક્ષા શરૂ થાય તે પહેલા બોર્ડે નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર ધો.૧૦ અને ૧૨માં બોર્ડના વિષયની શાળાકક્ષાએ લેવાની થતી સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષા લેવાની હોય છે.

આ પરીક્ષા ૩૦ જાન્‍યુઆરીથી શરૂ કરવામાં આવશે અને ૩ ફેબ્રુઆરી સુધી પૂર્ણ કરવામાં આવશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ ૨૦ ફેબ્રુઆરી સુધીમાં બોર્ડને વિદ્યાર્થીઓના ગુણ મોકલી આપવાના રહેશે

(2:55 PM IST)