આદિવાસી સંસ્કૃતિ, હસ્તકલા અને વનૌષધિઓના સંરક્ષણ માટે બ્રાન્ડિંગ તેમજ આધુનિક અભિગમ ખૂબ જરૂરી : નરેશભાઈ પટેલ
અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ‘પરંપરાગત આદિવાસી હસ્તકલાકળતિ, આહાર, વનૌષધિય વેચાણ-પ્રદર્શન મેળા'નો ભવ્ય પ્રારંભ : આગામી તા. ૩ ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મેળામાં ૭૫ સ્ટોલ તથા ૧૦૦થી વધુ આદિવાસી કલાકારો-વૈદુ ભગતો ઉપસ્થિત : દરરોજ રાત્રે પ્રખ્યાત આદિવાસીઓ નળત્ય ટીમો દ્વારા વિવિધ આદિવાસી નળત્યોની પ્રસ્તુતિ કરાશે : આદિજાતિ વિકાસ મંત્રી ઉપસ્થિત

અમદાવાદ, તા.૩૦: આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે ‘પરંપરાગત આદિવાસી હસ્તકલાકળતિ, આહાર, વનૌષધિય વેચાણ અને પ્રદર્શન મેળા'નું ઉદઘાટન તા. ૨૮ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આદિજાતિ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી દ્વારા આયોજિત આ વેચાણ અને પ્રદર્શન મેળો આગામી તા. ૦૩ ફેબ્રુઆરી સુધી યોજાશે.
આ મેળામાં તમામ આદિવાસી ભાઈ-બહેનોને નિઃશુલ્ક સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. અહી દરરોજ રાત્રે પ્રખ્યાત આદિવાસીઓ નળત્ય ટીમો દ્વારા વિવિધ આદિવાસી નળત્યોની પ્રસ્તુતિ કરશે તેમજ કુલ ૭૫ સ્ટોલ તથા ૧૧૨ હસ્ત કલાકારોપ્રવૈદુ ભગતો ઉપસ્થિત રહ્યા છે. મંત્રીશ્રીએ આદિવાસી હસ્ત કલાકારો અને વૈદુ ભગતોના સ્ટોલોની મુલાકાત લઈને પ્રોત્સાહિત કર્યા હતા.
આ મેળાના ઉદઘાટન પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આપણે પ્રાકળતિક, કુદરતી ખેતીવાડી કે અન્ય ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરીએ છીએ, પરંતુ તેને બ્રાન્ડ બનાવી શકયા નથી. જે માટે આ વસ્તુઓ પર વિશ્વાસ, ગુણવત્તા અને ભરોસો ઊભો કરવાનો છે, જેથી આપણે આપણી ચીજ વસ્તુઓની સારી બ્રાન્ડ બનાવી શકીએ. આમ, આદિવાસી સંસ્કળતિ, હસ્તકલા અને વનૌષધિઓના સંરક્ષણ માટે બ્રાન્ડિંગ તેમજ આધુનિક અભિગમ ખૂબ જરૂરી છે.
મને ગર્વ છે કે હું હિન્દુ છું, મને ગર્વ છે કે હું ભારતીય છું અને તેનાથી પણ સવિશેષ મને ગર્વ છે કે હું આદિવાસી છું, તેમ જણાવતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આદિવાસી સમુદાયે મારામાં પ્રાકળતિક અને જમીની સ્તરના મૂલ્યોનું સિંચન કર્યું છે.
આ કાર્યક્રમમાં કાર્યપાલક નિયામક ડો. સી. સી. ચૌધરીએ ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટીનો પરિચય અને સોસાયટી દ્વારા આદિવાસી સમુદાયના સંદર્ભમાં કરવામાં આવેલ સંશોધન, તાલીમ, આદિવાસી મેળાઓ વગેરે સંબંધિત કામગીરીની વિસ્તળત સમજ આપી હતી. આ ઉપરાંત આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે કાર્યરત યોજનાઓ જેમકે PM-JANMAN, DA-JDUA અને આદિ કર્મયોગી અભિયાન સંદર્ભે રાજ્ય સરકારે કરેલી ઉત્તમ કામગીરી રજૂ કરી હતી.
આ ઉદઘાટન પ્રસંગે સાબરમતી વોર્ડના કોર્પોરેટર બાબુભાઈ રાણા, લાંભા વોર્ડના કોર્પોરેટર જશોદાબેન અમલીયાર, આદિજાતિ વિભાગના અધિકારી-કર્મચારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
