<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

ધીરૂભાઇ અંબાણી સ્‍કૂલ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં હીરામણી શાળા વિજેતા

રાજકોટઃ વિવેક નિકેતન કેમ્‍પસ, ભાડજ ખાતે યોજાયેલી ધીરૂભાઈ અંબાણી સ્‍કૂલ ટુર્નામેન્‍ટ અન્‍ડર-૧૬ (મલ્‍ટી-ડે) માં શ્રી વિદ્યાનગર સ્‍કૂલે ટોસ જીતીને ફિલ્‍ડીંગ લીધી હતી. અમદાવાદની હીરામણિ સ્‍કૂલે પ્રથમ દાવમાં ૯૯.૩ ઓવરમાં ૧૦ વિકેટે ૨૮૬ રન કર્યા હતો. જૈનિલ પટેલે ૨૨૪ બોલમાં ૧૪૫ રન અને નીલ પુરાણિએ ૩૩ બોલમાં ૩૨ રન કર્યા હતાં. શ્રી વિદ્યાનગર સ્‍કૂલે પ્રથમ દાવમાં ૭૩.૨ ઓવરમાં ૧૦ વિકેટે ૧૭૯ રન કર્યા હતાં. નીલ પુરાણિએ ૨૫.૨ ઓવરમાં ૪૭ રન આપીને ૫ વિકેટ અને તવસ્‍ય ત્રિવેદીએ ૨૨ ઓવરમાં ૬૨ રન આપીને ૫ વિકેટ લીધી હતી હીરામણિ સ્‍કૂલે બીજા દાવમાં ૫ વિકેટે ૧૯૨ રન (D) કર્યા હતાં. જેમા દ્વીત પટેલે ૧૪૨ બોલમાં ૯૫ રન અને આરવ કોઠારીએ ૭૨ બોલમાં ૫૭ રન કર્યા હતાં. શ્રી વિદ્યાનગર સ્‍કૂલે બીજા દાવમાં ૬૬ ઓવરમાં ૪ વિકેટે ૧૬૫ રન કર્યા હતાં. હેમ પ્રજાપતિએ ૮ ઓવરમાં ૧૩ રન આપી૧ વિકેટ લીધી હતી.  વિજય મેળવવા બદલ સંસ્‍થાના પ્રમુખ નરહરી અમીન, મેનેજિંગ ટ્રસ્‍ટી ડો.વરૂણ અમીન, સંસ્‍થા સી.ઈ.ઓ. ભગવત અમીને સમગ્ર ટીમને અને ક્રિકેટ કોચ નીલ ભાવસારને અભિનંદન પાઠવ્‍યા હતાં. 

(3:15 PM IST)