<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

ઠંડીની વિદાય કે માત્ર વિરામ? હવે ચાલુ થશે કુદરતની ‘ડબલ ગેમ'!

ઠંડી કહે છે હજી હું ગઈ નથી અને સૂરજ કહે છે હું આવી રહ્યો છું: બેવડી ઋતુમાં તબિયત સાચવવી એ જ સાચી હોશિયારી : બે દિવસ ઠંડી ગાયબ થઇ જશે, બાદ ફરી ઠંડીમાં આંશિક વધારો થશે, બેવડી ઋતુનો અનુભવ થશેઃ હવામાન ખાતુ

રાજકોટઃ ગુજરાતમાં આજે સવારથી હવામાનમાં પલટો જોવા મળ્‍યો છે.  વાદળછાયું વાતાવરણ છવાયું છે. રાજ્‍યના મોટાભાગના શહેરોમાં ઠંડીમાં ઘટાડો જોવા મળ્‍યો છે. હવામાન વિભાગે ૨૪ કલાકમાં તાપમાનમાં ૫ ડિગ્રી સુધીના વધારાની શક્‍યતા વ્‍યક્‍ત કરી છે. જેના પગલે ઠંડીમાં થોડી રાહત જોવા મળી શકે છે. જોકે ત્‍યારબાદ ફરી કડકડતી ઠંડીનો એક રાઉન્‍ડ આવી શકે છે.

હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર, આગામી ૪૮ કલાકમાં રાજ્‍યના લઘુતમ તાપમાનમાં ૩ થી ૫ ડિગ્રીનો વધારો જોવા મળશે. પરિણામે, હાલ અનુભવાતી ઠંડીનું જોર ઘટશે. જોકે, ત્‍યારબાદના ત્રણ દિવસ માટે તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે, જેના પગલે રાજ્‍યમાં શીતલહેર જેવી સ્‍થિતિ ન સર્જાય પણ ઠંડી ફરી વધશે. આ પછી, ફરી એકવાર તાપમાન ૨ થી ૩ ડિગ્રી સેલ્‍સિયસ જેટલું વધી શકે છે. જેના પગલે આગામી દિવસોમાં હવામાનમાં મિશ્ર ફેરફારો જોવા મળશે અને બેવડી ઋતુનો અનુભવ થશે.

ગઈકાલનો પヘમિી વિક્ષોભ, જે જમ્‍મુ અને તેની આસપાસના વિસ્‍તારો પર એક ચક્રવાત પરિભ્રમણ તરીકે સક્રિય હતો, તે હવે પૂર્વ-ઉત્તરપૂર્વ દિશામાં આગળ વધી ગયો છે. આ સિસ્‍ટમ સમુદ્ર સપાટીથી ૩.૧ થી ૪.૫ કિલોમીટરની ઊંચાઈએ હતી, જ્‍યારે તેની સાથે સંકળાયેલો ટ્રફ મધ્‍ય અને ઉપલા ટ્રોપોસ્‍ફિયરના પヘમિી પવનોમાં ૫.૮ કિલોમીટરની ઊંચાઈ પર સ્‍થિત હતો. આબોહવાની આ બદલાવને કારણે, હાલમાં રાજ્‍યમાં નીચલા સ્‍તરે ઉત્તરપૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.

(3:27 PM IST)