હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 30th January 2026
મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારીની ખાનગી શાળાઓ સામે લાલ આંખ: બેદરકારી દાખવનાર ચાર શાળાઓને દંડ ફટકાર્યો
ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા, લાયકાત ધરાવતા શિક્ષકો અને સરકાર માન્ય ફીનાં ધોરણો અંગે તપાસ કરાઇ

મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારીએ ખાનગી શાળાઓ સામે લાલ આંખ કરી છે. ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા, લાયકાત ધરાવતા શિક્ષકો અને સરકાર માન્ય ફીનાં ધોરણો અંગે તપાસ કરાઇ હતી. ગંભીર બેદરકારી દાખવનાર ચાર શાળાઓને શિક્ષણ વિભાગે દંડ ફટકાર્યો છે. ઉત્કર્ષ વિદ્યાલય અને કડીની વિદ્યામંદિર હાઈસ્કૂલને ફી મામલે દંડ કરાયો છે જયારે ખણુસાની સેન્ટ જોસેફ હાઈસ્કૂલ, જ્યાં એક વર્ષ અગાઉ વીજ કરંટથી વિદ્યાર્થીનું મોત થયું હતું, ત્યાં હજુ પણ સલામતીના નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવતા દંડ કરાયો હતો.
(5:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
