<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

ગુજરાત યુનિવર્સિટીમાં કર્મચારીઓની અનિયમિતતાને લઈને વિરોધ: NSUI કાર્યકરોએ સુત્રોચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો

પરીક્ષા વિભાગને તાળાબંધી કરીને રોષ વ્યક્ત કરાયો : કુલપતિ અને રજિસ્ટ્રાર કચેરીને તાળાબંધી કરવા પહોંચે તે પહેલાં જ પોલીસે NSUI કાર્યકરોની અટકાયત કરી

અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં કર્મચારીઓની અનિયમિતતાને લઈને વિરોધનો માહોલ સર્જાયો છે. યુનિવર્સિટી ટાવરમાં કર્મચારીઓ સમયસર હાજર ન રહેતા હોવાનો આક્ષેપ સાથે NSUI કાર્યકરોએ સુત્રોચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોનો દાવો છે કે કર્મચારીઓની અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓના કામ સમયસર થતા નથી અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ વિરોધ દરમિયાન પરીક્ષા વિભાગને તાળાબંધી કરીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કુલપતિ અને રજિસ્ટ્રાર કચેરીને તાળાબંધી કરવા પહોંચે તે પહેલાં જ પોલીસે NSUI કાર્યકરોની અટકાયત કરી સ્થિતિને કાબૂમાં લીધી હતી.

(6:42 PM IST)