News of Friday, 30th January 2026
અમદાવાદના સરખેજમાં યુવકની હત્યા :પત્નીના પૂર્વ પતિએ ધારદાર ચાકુના ઘા ઝીંકી મારી નાખ્યો
મૃતકની આમીર મુકીમ સરખેજ ફતેહવાડી કેનાલ રોડ પર આવેલી હમીદાનગર સોસાયટીમાં રહેતો હતો.

અમદાવાદ :શહેરના સરખેજ વિસ્તારમાં એક યુવકની તેના જ ઘરના આંગણે ધારદાર ચાકુના ઘા ઝીંકીને હત્યા કરાઈ છે આ મામલે સરખેજ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ આમિર મુકીમ (32) તરીકે થઈ છે. જે સરખેજ ફતેહવાડી કેનાલ રોડ પર આવેલી હમીદાનગર સોસાયટીમાં રહેતો હતો. આમિરની હત્યા બીજા કોઈએ નહીં, પરંતુ તેની પત્ની અફસાના બાનુના પૂર્વ પતિ જાફર પઠાણ (52) દ્વારા કરવામાં આવી હોવાનું માલૂમ પડ્યું છે.
આ ઘટનાની જાણ થતાં DCP ઝોન-7 શિવમ વર્મા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. હાલ તો મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સોલા સિવિલ ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ FSLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને પુરાવા એકત્ર કરશે. જ્યારે આરોપીની અટકાયત કરી છે.
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
