<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન.રાવે અમદાવાદ ગ્રાઉન્ડ ખાતે શારીરિક કસોટી કેન્દ્રની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું

ભરતી પ્રક્રિયાની પારદર્શિતા અને ચોકસાઈ ચકાસવા માટે RFID, CCTV મોનીટરીંગ સહિતની મહત્વની બાબતો પર અવલોકન કરવામાં આવ્યું

ગાંધીનગર : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાલમાં ચાલી રહેલી PSI અને લોકરક્ષક સંવર્ગની ભરતી પ્રક્રિયાના ભાગરૂપે વહેલી સવારે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન.રાવ દ્વારા અમદાવાદ ખાતે સૈજપુરબોઘા ગ્રાઉન્ડની સીધી મુલાકાત લેવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન રાજ્યના પોલીસ વડા દ્વારા ભરતી પ્રક્રિયાની પારદર્શિતા અને ચોકસાઈ ચકાસવા માટે કેટલીક મહત્વની બાબતો પર વ્યક્તિગત અવલોકન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમેદવારોના કોલલેટરની ચકાસણી, ચેસ્ટ નંબર અને RFID  ટેગ ફાળવવાની પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવી હતી. તે ઉપરાંત રનિંગ ટ્રેક પર ટેકનોલોજીના માધ્યમથી દરેક ઉમેદવારના લેપ-વાઈઝ રેકોર્ડિંગ અને વ્યક્તિગત ટાઈમિંગની ગણતરી કેવી રીતે થાય છે તેનું નિરીક્ષણ કરવામાં હતું. એટલું જ નહીં, કોઈપણ પ્રકારની ક્ષતિ ન રહે અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક થાય તે માટે લગાવવામાં આવેલા CCTV કેમેરા અને ટેકનિકલ સ્ટાફની કામગીરીનું અવલોકન પણ કરવામાં આવ્યું હતું.
રાજ્યના પોલીસ વડા ડૉ. રાવે જણાવ્યું હતું કે, સમગ્ર ભરતી પ્રક્રિયા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની SOP (Standard Operating Procedure) મુજબ અત્યંત સુચારૂ રીતે ચાલી રહી છે. ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવેલી વિશેષ વ્યવસ્થાઓ સરાહનીય છે.
રાજ્યના પોલીસ વડાએ ગ્રાઉન્ડ ઇન્ચાર્જ અને તેમની સમગ્ર ટીમને ઉત્તમ આયોજન અને પારદર્શક પ્રક્રિયા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
...

(9:31 PM IST)