News of Friday, 30th January 2026
સાંસદ ગેનીબેનના ગામમાં સ્વૈચ્છાએ દારૃ બંધનો નિર્ણય
દારૃની હેરાફેરી અટકાવવા પોલીસને રજૂઆતઃપોલીસ સ્ટેશનમાં DySP અને PIને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી તેમણે દારુ અને નશીલા પદાર્થોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધની માગ કરી

બનાસકાંઠા : બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર વારંવાર દારૃબંધીનો મુદ્દો ઉઠાવતા રહે છે. તેમના ગામમાં સ્વેચ્છાએ દારૃબંધીનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગામના આગેવાનો સાથે તેમણે ભાભર પોલીસ સ્ટેશનમાં DySP અને PIને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. તેમણે દારુ અને નશીલા પદાર્થોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધની માગ કરી હતી.
બનાસકાંઠામાં સાંસદ ગેનીબેન ઠાકોરના ગામ અબાસણામાં લોકો દ્વારા સ્વેચ્છાએ દારૃબંધીનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાંસદ ગેનીબેનની આગેવાનીમાં અબાસણા તેમજ ભીમબોરડી ગામના આગેવાનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતાં અને ભાભર પોલીસ મથકમાં રજૂઆત કરી હતી. બંને ગામના આગેવાનોએ સ્વેચ્છાએ ગામમાં દારૃબંધીના નિર્ણયને લઈને ભાભર પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી અને પીઆઈને આવેદનપત્ર આપ્યું હતું.
ગામના આગેવાનો દ્વારા દારુ અને નશીલા પદાર્થોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધની માગ કરી છે. ગ્રામજનો દ્વારા પોલીસને આવેદનપત્ર આપી દારૃની હેરાફેરી અટકાવી કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે. પોલીસ કાર્યવાહી નહીં કરે તો જનતા રેડ કરી પોલીસને જાણ કરાશે.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
