તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 30th January 2026
રાજ્યમાં IAS આધિકારીઓને લઈને મોટા સમાચાર:હવે IAS અધિકારીઓને પણ ફરજીયાત તાલીમ લેવી પડશે
વિવિધ વિભાગોમાં કાર્યરત IAS અધિકારીઓને તાલીમ અપાશે : ઓનલાઈન પોર્ટલ પર IAS અધિકારીઓએ આ ટ્રેનિંગ લેવી પડશે.

ગાંધીનગર :રાજ્યમાં IAS આધિકારીઓને લઈને મોટા સમાચાર આવ્યા છે. સામાન્ય કર્મીઓની જેમ હવે IAS આધિકારીના પણ ક્લાસ લેવાશે. હવે IAS અધિકારીઓને પણ તાલીમ લેવી પડશે. માહિતી અનુસાર, IAS અધિકારીઓ માટે પણ હવે તાલીમ ફરજિયાત કરવામાં આવી છે. વિવિધ વિભાગોમાં કાર્યરત IAS અધિકારીઓને તાલીમ આપવામાં આવશે. ઓનલાઈન પોર્ટલ પર IAS અધિકારીઓએ આ ટ્રેનિંગ લેવી પડશે. સામાન્ય વહિવટ વિભાગે તાલિમની વિગતો પણ જાહેર કરી છે.
રાજ્યમાં IAS આધિકારીઓને પણ હવે સામાન્ય કર્મીઓની જેમ જ તાલીમ લેવી પડશે. આ અંગે ગુજરાત સરકારનાં સામાન્ય વહીવટ વિભાગે એક પરિપત્ર જાહેર કરીને માહિતી આપી છે. હવે IAS અધિકારીઓને પણ તાલીમ લેવી પડશે. આ ટ્રેનિંગ ફરજિયાત રહેશે. વિવિધ વિભાગોમાં કાર્યરત IAS અધિકારીઓને ઓનલાઈન પોર્ટલ થકી ટ્રેનિંગ આપવામાં આવશે. સામાન્ય વહિવટ વિભાગે તાલિમની વિગતો પણ જાહેર કરી છે.
માહિતી અનુસાર, કેન્દ્ર સરકારે નક્કી કરેલો અભ્યાસક્રમ સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો રહેશે. અધિકારીઓએ પોતાની પ્રોફાઈલ પણ અદ્યતન કરવાની રહેશે. સામાન્ય વહિવટ વિભાગે અધિકારીઓની સર્વિસમાં સમય અનુસાર તાલિમની વિગતો જાહેર કરી છે.
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
