News of Friday, 30th January 2026
રાજપીપળા ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની કાર્યકર્તાઓની બેઠક મળી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના રજવાડી નગર રાજપીપળા ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની કાર્યકર્તાઓની બેઠક અને કાર્ય વિસ્તારની ચર્ચા યોજાઈ હતી. જેમાં અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના પ્રાંત સચિવ પરેશભાઈ પ્રજાપતિએ ગ્રાહક પંચાયતની કામગીરી વિશે વિસ્તૃત ચર્ચા કરી. જ્યારે દૂધધારા ડેરીના ચેરમેન તથા નર્મદા જિલ્લાના ભાજપ પૂર્વ અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલે ગ્રાહક પંચાયતને લગતા પ્રશ્નોની ચર્ચા કરી. ગુજરાત પ્રાંત કારોબારી સભ્ય પ્રવિણભાઈ ગોહિલે લોકોને પડતી મુશ્કેલીઓ અંગે શું કરી શકાય એની માહિતી આપી. સમગ્ર ગોષ્ઠિ બેઠકના આયોજન કર્તા અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદા જિલ્લાના અધ્યક્ષ સુજલ મિસ્ત્રીએ ગ્રાહકોને લગતા પ્રશ્નોનું કેવી રીતે નિરાકરણ લાવી શકાય એની વાત કરી. ગોષ્ઠિ બેઠકમાં ગ્રાહક પંચાયતના 25 જેટલા સભ્ય હાજર રહ્યા.
અખીલ ભારતીય ગ્રાહક પંચાયત ટીમ દ્વારા રાજપીપળા ગોષ્ઠિ બેઠક ઉપરાંત હરસિધ્ધી માતાજી મંદિરના વહીવટદાર સાથે મુલાકાત, ટાઉન પીએસઆઈ, તથા પીઆઈ ઠુમર,તથા ગરુડેશ્વરના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરવામાં આવી. સાથે નર્મદા જયંતિ નિમિત્તે નાની મોટી પનોતી મુકામે નર્મદા પુજન કરવામાં આવ્યું
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
