તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 30th January 2026
ટાટા લેબર કોલોની ખાતેથી થયેલ મોટર ચોરીના આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી ટીમ નર્મદા

( ભરત શાહ દ્વારા ) નર્મદા :વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ મિલકત સબંધિત ગુનાઓ ઉકલવા માટે સુચનાના પગલે પોલીસ ઇન્સપેક્ટર આર.જી ચૌધરી, એલ.સી.બી,નર્મદા નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમના માણસો દ્વારા SOU સલામતી પોલીસ સ્ટેશનનો ટાટા લેબર કોલોની ખાતેથી સેવરેઝ પ્લાન્ટમાંથી ચાર મોટરની કિંમત રૂ.૨૮,૦૦૦/- ચોરીનો ગુન્હો દાખલ થયેલ જેમાં અ.પો.કો વિરલભાઈ કંચનભાઈ એલ.સી.બી નાઓને મળેલ ખાનગી રાહે બાતમીના આધારે વાગડીયા ગામેથી નિમેશભાઈ મદનભાઈ તડવી( રહે. વાગડીયા તા.ગરૂડેશ્વર જી.નર્મદા )નાઓને ચોરીની મોટર સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
