News of Friday, 30th January 2026
તિલકવાડા પોલીસે રૂ.૫,૮૦,૭૭૮/- નો ઈંગ્લીશ દારુનો મુદ્દામાલ શોધી કાઢ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ ખાનગી બાતમીદારોનું નેટવર્ક ઉભું કરી અસામાજીક પ્રવૃત્તિ કરતા ઇસમોને શોધી પાડી તેમના વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપેલ હોય જે સૂચનાઓ અનુસંધાને, એ.પી.સોલંકી પોલીસ ઇન્સપેક્ટર તિલકવાડા પો.સ્ટે.તથા સ્ટાફના માણસો તેમજ એલ.સી.બી.નર્મદા સ્ટાફ સાથે હાજર હતા તે દરમ્યાન ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે, એક ગ્રે-કલરની વેગનઆર ફોરવીલ ગાડી જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-04-DA-0673 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી પો.સ્ટે.વિસ્તારમાંથી પસાર થતી હોય તેનો પીછો કરતા પુરપાટ ઝડપે ફોરવીલ ગાડી ભગાડી ઉતાવળી ચોકડીએ થઇ ઉધઇમાંડવા ગામમાં રસ્તો પુરો થઈ જતા ફોરવીલનો ચાલક ફોરવીલ ગાડી મુકી નાશી ગયેલ હોય સદરહુ ફોરવીલ ગાડીમાં ગે.કા અને વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બિયરની કુલ બોટલ/ટીન નંગ-૫૮૬ કિ.રૂ.૨,૮૦,૭૭૮/- તથા વેગનઆર ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૮૦,૭૭૮/- નો મુદ્દામાલ મુકી નાશી જતા તિલકવાડા પો.સ્ટે.માં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
(11:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
