<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

મહેસાણાના ઊંઝામાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા: જીરું-વરિયાળીમાં શંકાસ્પદ ભેળસેળ ઝડપાઈ

જીરું અને વરિયાળીમાં વ્હાઈટ પાવડરની શંકાસ્પદ ભેળસેળનો પર્દાફાશ: શ્રી શ્યામ ટ્રેડર્સ અને કુંદનલાલની ફેક્ટરીમાં દરોડાની કાર્યવાહી

મહેસાણાના ઊંઝામાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે.  જીરું-વરિયાળીમાં શંકાસ્પદ ભેળસેળ ઝડપાઈ છે. ઊંઝાની ફેક્ટરીઓમાં ફૂડ વિભાગે કરી ઓચિંતી તપાસ હાથ ધરાઈ છે. જીરું અને વરિયાળીમાં વ્હાઈટ પાવડરની શંકાસ્પદ ભેળસેળનો પર્દાફાશ. શ્રી શ્યામ ટ્રેડર્સ અને કુંદનલાલની ફેક્ટરીમાં દરોડાની કાર્યવાહી કરાઈ છે. 3 દિવસની રેકી બાદ ફૂડ વિભાગે આખું કૌભાંડ ઝડપી પાડ્યું હોવાનું કહેવાય છે. 21.86 લાખનો જીરું, વરિયાળી અને પાવડરનો જથ્થો સીઝ કરાયો છે. જિલ્લા ફૂડ ઓફિસર અને ટીમે કરી કાયદેસરની કાર્યવાહી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

(11:39 PM IST)