<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

સલમાન ખાન સુરતની મુલાકાતે, લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ચાલતા ISPL મેચમાં આપશે હાજરી

સલમાન ખાનના એક ઝલક જોવા માટે પડા પડી:સુરતના રંગોલી આર્ટિસે સલમાનખાન અને તેમની માતાના થીમ ઉપર મોટું પેઇન્ટિંગ બનાવ્યું

બોલીવુડના સુપર સ્ટાર સલમાન ખાન સુરતની મુલાકાતે આવ્યા છે. સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ચાલી રહેલા ISPL મેચમાં હાજરી આપશે, સલમાન ખાનના ચાહકો સુરત એરપોર્ટ ઉપર મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે. સલમાન ખાનના એક ઝલક જોવા માટે પડા પડી થઈ હતી. જેમાં સુરતના રંગોલી આર્ટિસે સલમાનખાન અને તેમની માતાના થીમ ઉપર મોટું પેઇન્ટિંગ બનાવ્યું હતું. જે તેઓ સલમાન ખાને ભેટ આપવા માટે લઈ આવ્યા હતા. આ પેઇન્ટિંગ 3×4 ની છે અને ચાર મહિના બનાવતા થયા છે

 

(11:42 PM IST)