News of Saturday, 31st January 2026
કાલે પુર્વ મહિલા બાળ કલ્યાણ મંત્રી વસુબેન ત્રિવેદીનો જન્મદિન

રાજકોટ : જામનગર દક્ષિણના ભાજપનાં ભૂતપૂર્વ ધારાસભ્ય ડો. વસુબેન ત્રિવેદીનો જન્મ તા. ૧ ફેબ્રુઆરી ૧૯૫૦ના દિવસે થયેલ. કાલે ૭૭માં વર્ષમાં પ્રવેશ કરશે. ભૂતકાળમાં શિક્ષણ અને મહિલા બાળ કલ્યાણ વિભાગના રાજય કક્ષાના મંત્રી તરીકે રહી ચૂકયા છે. તેણી ૩ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. ગુજરાત પ્રવાસન નિગમના અધ્યક્ષ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના ઉપાધ્યક્ષ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય, વગેરે સ્થાનો પર તેમણે ઉલ્લેખનીય સેવા આપી છે.
મો. ૯૮૨૫૨ ૩૩૩૫૫, જામનગર
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
