તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Saturday, 31st January 2026
અમદાવાદમાં કળિયુગ: મિલકતની લાલચમાં સગા દીકરાએ જનેતાની હત્યા કરી; મકાનના બદલામાં પૈસા ન મળતા માથામાં દંડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી

અમદાવાદ: સંસ્કારી નગરી ગણાતા અમદાવાદમાં લાલબત્તી સમાન અને કાળજું કંપાવી દેનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પૈસાની લાલચમાં લોહીના સંબંધોની ગરિમા લજવાઈ છે. પ્રસિદ્ધ થયેલા કેટલાક અહેવાલો અનુસાર, શહેરમાં પ્રોપર્ટીના વિવાદમાં એક દીકરાએ પોતાની જ સગી માતાની ઘાતકી હત્યા કરી નાખી છે. સામાન્ય ગણાતા ઘરના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા દીકરાએ માતાના માથામાં દંડાના ફટકા મારીને તેમને રહેંસી નાખ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
