News of Saturday, 31st January 2026
ગુજરાતી ડ્રામાનો ડબલ ડોઝ : કલર્સ ગુજરાતીમાં સોમવારથી બે નવી સિરીયલો રજૂ થશે
ગુજરાતની ભક્તિ અને ગૌરવની મહાગાથા, ગંગાસતી પાનબાઇ સાંજે ૭:૩૦ વાગ્યે અને રોમેન્ટિક ફેમિલી ડ્રામા, મનમેળો રાત્રે ૯:૩૦ વાગ્યે

અમદાવાદ : વીજળીને ચમકારે વધુ બે મોતીડાં પરોવવા જઈ રહી છે, ગુજરાતી મનોરંજનની એક માત્ર ચેનલ કલર્સ ગુજરાતી. ગુજરાતનાં સંસ્કાર, ભક્તિ, સાહિત્ય, લાગણીઓ અને ઇતિહાસ પર દૃષ્ટિ કરવી હોય તો ગુજરાતનાં હૃદય સમી સંસ્કળતિને સમજો. જેના માટે, કલર્સ ગુજરાતી -‘ અસ્સલ ગુજરાતીનું અસલ મનોરંજન' નવા કાર્યક્રમો રજૂ કરવા જઈ રહ્યું છે.
મનોરંજનના નવા અધ્યાયની શરૂઆત કરતાં ચેનલ રજૂ કરે છે ગંગાસતી - પાનબાઈ - શ્યામ ધૂનનો નવો અધ્યાય. આ શો ગુજરાતનાં જાણીતા ઐતિહાસિક ભક્તિ કવિયિત્રી એવા ગંગાસતી અને પાનબાઈના ભજનોને આધુનિક ઢાળમાં ઢાળી નવી પેઢીને ભક્તિ અને સદભાવનાનું દર્શન કરાવશે. જેના દરેક એપિસોડમાં તમને જોવા મળશે એક અનોખી ભક્તિ અને ભજનોનો સમન્વય.
તો બીજી બાજુ ‘મનમેળો' સાથે દર્શકોને જોવા મળશે એક મિડલ ક્લાસ અને એક ગર્ભશ્રીમંત એવા બે પરિવારો વચ્ચેનો ફેમિલી ડ્રામા. જેમાં મિડલ ક્લાસની ત્રણ બહેનોના જીવનમાં અચાનક મોટો વળાંક આવે છે અને તેમના દિલના તાર જોડાય છે ગર્ભશ્રીમંત પરિવારના ત્રણ ભાઈઓ સાથે. તેઓની દુનિયા જ્યારે એક થાય છે ત્યારે સર્જાય છે પ્રેમ, મહત્વાકાંક્ષા, સામાજિક અસમાનતાનો ટકરાવ અને દરેક કપલ તેમના નવા દામ્પત્યજીવનમાં અવનવા પડકારોનો સામનો કરે છે.
કલર્સ ગુજરાતી જેમાં ગુજરાતી સંસ્કળતિની મૂળ ભાવનાને સાચવી રાખવામાં આવે છે. ‘ગંગાસતી-પાનબાઈ' અને ‘મનમેળો'ના પ્રીમિયર સાથે, ટેલિવિઝન પર ફરી એકવાર બે અલગ છતાં એટલી જ અસરકારક કહાણીઓ રજૂ કરવામાં આવશે. ‘ગંગાસતી-પાનબાઈ' માત્ર ભક્તિ સુધી સીમિત નથી, પરંતુ માનવીય મૂલ્યો, સદભાવના અને એકતાનું દર્શન કરાવે છે, જ્યારે ‘મનમેળો' આજની યુવા જનરેશન પ્રેમ અને જવાબદારી વચ્ચે લેતી ભાવનાત્મક ચોઇસીસનું પ્રતિબિંબ હોવાનું અખબારી યાદીના અંતમાં જણાવાયું છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
