News of Saturday, 31st January 2026
સોમવારે વડોદરામાં પૂ.મહંત સ્વામી મહારાજનો જન્મોત્સવ ઉજવાશે
બીએપીએસ સંસ્થાના આધ્યાત્મિક વડાનુ જન્મદિને ગિનિસ વર્લ્ડ રેકોર્ડથી બહુમાન કરાશેઃ ૩૫૦ એકરમાં ૧૪ હજાર સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારી

(વિનુ જોષી - અરવિંદ નિર્મળ દ્વારા) જૂનાગઢઅઅમરેલી, તા.૩૧: તારીખ ૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ સોમવારના દિવસે સાંજે ૫:૦૦ થી ૮:૦૦ વાગ્યા દરિમયાન બી.એ.પી.એસ.ના વર્તમાન અધ્યક્ષ મહંત સ્વામી મહારાજનો ૯૨મો જન્મજયંતી મહોત્સવ વડોદરામા ‘એ.પી.એમ.સી. માર્કેટ નજીક, નેશનલ હાઈવે-૪૮' ખાતે ભવ્યતાપૂર્વક ઉજવવામાં આવશે.
પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી તરીકે તેઓ બી.એ.પી.એસ. સંસ્થાના વૈશ્વિક સેવાકાર્યોનું સુકાન સંભાળી રહ્યા છે. તેઓની નિશ્રામાં વિશ્વભરના ૧૮૦૦ થી વધુ મંદિરોમાં સનાતન વૈદિક ધર્મના સંસ્કારોનું જતન થઈ રહ્યું છે. વિશ્વના પヘમિ ગોળાર્ધમાં સૌથી મોટા હિન્દુ મંદિર એવા રોબિન્સવિલ, ન્યૂજર્સીમાં સ્વામિનારાયણ અક્ષરધામથી લઈને મિડલ ઈસ્ટમાં સાપ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર એવા અબુ ધાબી સ્થિત ‘બી.એ.પી.એસ. હિન્દુ મંદિર' જેવા અનેક મંદિરોના નિર્માણ દ્વારા તેમણે સનાતન પરંપરાનો અભૂતપૂર્વ જયઘોષ કર્યો છે. આ મહોત્સવમાં ઈંગ્લેન્ડથી ગિનિસ વર્લ્ડ રેકોર્ડસના અધિકારીઓ દ્વારા સ્વામીશ્રીનું બહુમાન કરવામાં આવશે.
બહુમાન ૧:૧૫,૦૦૦ કરતાં વધુ બાળકો દ્વારા સંસ્કળત શ્લોકોના મુખપાઠ બદલ મહંત સ્વામી મહારાજની પ્રરણાથી બી.એ.પી.એસ. સંસ્થાના ૧૫,૦૦૦ કરતાં વધુ બાળકોએ સત્સંગદીક્ષા ગ્રંથનો સંસ્કળતમાં સંપૂર્ણ મુખપાઠ કર્યો છે. મહંત સ્વામી મહારાજ દ્વારા રચિત ૩૧૫ શ્લોકો ધરાવતો સત્સંગદીક્ષા ગ્રંથ ઉન્નત જીવનની પ્રેરણા પૂરી પાડે છે.
બહુમાન ૨:સમગ્ર વિશ્વમાં સૌથી વધુ હિન્દુ મંદિરોના વિક્રમી સર્જન કરવા બદલ પ્રમુખસ્વામી મહારાજે ૨૦૧૬ સુધીમાં તેઓના સમગ્ર જીવનકાળ દરમિયાન ૧૨૦૦ હિન્દુ મંદિરોનું નિર્માણ કર્યું હતું. પ્રમુખસ્વામી મહારાજ વતી મહંત સ્વામી મહારાજ આ બહુમાન સ્વીકારશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પ્રમુખસ્વામી મહારાજ અને બી.એ.પી.એસ. સંસ્થાને સાંસ્કળતિક સિદ્ધિઓ માટે ૫ રેકોર્ડસ્ એનાયત કરવામાં આવ્યા છે.
મહંત સ્વામી મહારાજના ૯૨માં જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા અનેક વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં - લાભ પાંચમના દિવસે ૧૪૦ ઔદ્યોગિક એકમોમાં સંસ્થાના બાળવિદ્વાનો દ્વારા મહાપૂજા, સુરસાગર તળાવ ખાતે ૧૨૯૨ બાળ-બાલિકાઓ દ્વારા ૨૯૨ કુંડ પર વિશ્વશાંતિયજ્ઞ, મહંત સ્વામી મહારાજના જન્મસ્થાન જબલપુરથી વડોદરા સુધી ૯૨ યુવાનો દ્વારા મશાલયાત્રા, મહારક્તદાન કેમ્પ, તેમજ બી.એ.પી.એસ. મહિલા પ્રવળત્તિ અંતર્ગત ૭૨૦૦ જેટલી વિશિષ્ટ પ્રેરણા સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરમાં હરિભક્તો દ્વારા એક લાખ કરતાં વધુ ઘરોની રૂબરૂ મુલાકાત લઈ સૌ ભાવિકોને મહોત્સવમાં જોડાવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
મહોત્સવ સ્થળે અંદાજિત બે લાખ હરિભક્તો ઉપરાંત દેશ-વિદેશના લાખો ભક્તો-ભાવિકો આસ્થા ભજન ચેનલ અને live.baps.org તથા અન્ય પ્રસાર માધ્યમો દ્વારા આ કાર્યક્રમને માણી શકશે.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
