News of Saturday, 31st January 2026
ગાંધીનગરની રાયફલ શૂટર ધીમહી નાણાવટીએ રાષ્ટ્રીય કક્ષાએ ગાંધીનગરનું ગૌરવ વધાર્યુ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :તાજેતરમાં ભોપાલ ખાતે સ્કુલ ગેઇમ ફેડરેશન ઓફ ઇન્ડીયા દ્વારા યોજાયેલ ૬૯ મી રાષ્ટ્રીય કક્ષાની રાયફલ શૂટીંગ ચેમ્પીયનશીપમાં ગાંધીનગર ખાતેની સારથી રાયફલ શૂટીંગ એકેડેમીની શૂટર ધીમહી પૂર્વેશભાઇ નાણાવટીએ ૧૪ વર્ષથી નીચેના વયજૂથમાં ૧૦ મી. એર રાયફલ પીપસાઇટ ઇવેન્ટમાં ભાગ લઇ ૪૧૭.૬૦ નો સ્કોર મેળવી સિલ્વર વિજેતા બનેલ છે.
આ સિદ્ધિઓ ધ્યાને લઇ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માણસા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ. ઉપરાંત વ્યક્તિતગત રીતે પણ.મંત્રી દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ.
શૂટર ધીમહી નાણાવટીએ રાષ્ટ્રીય કક્ષાના ટોચના શૂટર માટે યોજાતી ઇન્ડીયા ટ્રાયલ્સમાં પણ ૬૧૯.૯૦ ના સ્કોર સાથે ટોચનું સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારેલ છે. જે બદલ રમતગમત ક્ષેત્રનાં અગ્રણીઓએ અભિનંદન પાઠવેલ છે.
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
