તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 31st January 2026
વડોદરાની MS યુનિ.ના ફરી વિવાદમાં :એમ.એમ. હોલમાંથી મળ્યો દારૂ અને સિગારેટનો જથ્થો
સયાજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા રેડ દરમિયાન એમ.એમ. હોલના એક રૂમમાંથી 25થી 30 જેટલી ખાલી દારૂની બોટલો મળી

વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલ એમ.એમ. હોલના એક રૂમમાંથી મોટી માત્રામાં દારૂની બોટલો અને સિગારેટના પેકેટ મળી આવતા સમગ્ર કેમ્પસમાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાને પગલે યુનિવર્સિટી પ્રશાસન તેમજ પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ સયાજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા મોડી રાત્રે કરવામાં આવેલી રેડ દરમિયાન એમ.એમ. હોલના એક રૂમમાંથી 25થી 30 જેટલી ખાલી દારૂની બોટલો મળી આવી હતી. આ ઉપરાંત એક બોટલમાં દારૂ ભરેલો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. રૂમમાંથી ખાલી સિગારેટના અનેક પેકેટ પણ મળી આવ્યા છે. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની જાણ થતાં જ એમ.એસ. યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓ અને હોસ્ટેલ પ્રશાસન સ્થળ પર પહોંચી ગયા હતા. યુનિવર્સિટી દ્વારા આ મામલે તાત્કાલિક આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસને મળેલી પ્રાથમિક માહિતી મુજબ એમ.એમ. હોલમાં લાંબા સમયથી દારૂ પાર્ટી થતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને પગલે તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
