<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

સોરાપાડા રેન્જના 10 થી વધુ વન કર્મીઓએ લાકડીના સપાટા મારવાની ઘટના મા આપ ના પ્રમુખે તંત્ર ને આપી ચીમકી

આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાએ અત્યાચારનો ભોગ બનનાર પીડિતોની મુલાકાત લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં ન આવે તો આવનાર સમયમાં મોટી સંખ્યામાં એસ.પી. કચેરીનો ઘેરાવો કરીશું તેવી ચીમકી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:  નર્મદા જિલ્લાના ચિકદા તાલુકાના મુલ્કાપાડા ગામ ના આદિમજૂથના ગરીબ વ્યક્તિ જેઓ નો મુખ્ય વ્યવસાય જ (ગૌણ વન પેદાશ) વાંસની બનાવટ જેમ કે ટોપલા, ટોપલી, સૂપડા તથા અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ બનાવી પોતાનું તથા પોતાના પરિવારનું જીવન ગુજારવાનું હોઈ છે. બાપ દાદાના સમયથી આ પ્રવૃત્તથી પોતાનું જીવન ગુજારાન ચલાવી રહ્યા છે.

    કોટવાડીયા રમેશભાઈ હુનીયા ભાઈ તથા અન્ય યુવકો જંગલમાં વાંસ લેવા માટે જઈ રહ્યા હતા ત્યારે ત્યાં સોરાપાડા રેન્જના 10 થી 15  વન કર્મીઓએ લાકડીના સપાટા, ગુડદાપાટુનો માર, પથ્થરમારો ઢોર માર મારવામાં આવ્યો છે જે પીડિત વ્યક્તિને સરકારી હોસ્પિટલ ડેડીયાપાડા ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ વધુ સારવાર માટે રાજપીપળા ખસેડવામા આવેલ છે.
જેઓને હક,અધિકાર મળવા છતાં વનકર્મીઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો છે  ત્યારે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા ના પ્રમુખ નિરંજન વસાવાએ અત્યાચારનો ભોગ બનનાર પીડિતોની મુલાકાત લીધી અને વધુમાં તેમણે જણાવ્યું કે " જે જે જંગલખાતા ના કર્મચારીઓએ ગરીબ લોકોને માર માર્યો છે 24 કલાક થી વધુ સમય થયો હોવા છતા હજુ સુધી કોઈપણ જાતની કાયદેસરની તંત્ર દ્રારા કાર્યવાહી કરવામાં આવી નથી, તંત્ર પણ મૌન સેવીને બેઠું છે જો કાયદેસરની કાર્યવાહી કરવામાં ન આવે તો આવનાર સમયમાં મોટી સંખ્યામાં અમે એસ.પી. કચેરીનો ઘેરાવો કરીશું"

(11:41 PM IST)