News of Sunday, 1st February 2026
નર્મદા જિલ્લા ભાજપનું નવું સંગઠનાત્મક માળખું જાહેર : જિલ્લાના હોદ્દેદારો અને વિવિધ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓની વરણી સાથે નવી ટીમ સજ્જ : જુઓ સંપૂર્ણ સૂચિ
પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની સૂચનાથી જિલ્લા પ્રમુખ નીલકુમાર રાવે કરી જાહેરાત : ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રી સહિત વિવિધ સાત મોરચાઓમાં નવા ચહેરાઓને સ્થાન : તમામ તાલુકા અને શહેરોનું સંતુલન જાળવી સંગઠનને મજબૂત કરવા પર મૂકાયો ભાર

રાજપીપળા : ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફારો સાથે નવા હોદ્દેદારોની યાદી જાહેર કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથેની ચર્ચા-વિચારણા બાદ નર્મદા જિલ્લાના હોદ્દેદારો તેમજ વિવિધ મોરચાઓના પ્રમુખ અને મહામંત્રીઓની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે.
જિલ્લા ભાજપના મુખ્ય હોદ્દેદારોની યાદી:
નવા માળખામાં જિલ્લાના ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રી તરીકે નીચે મુજબના નામોની જાહેરાત કરવામાં આવી છે:
* ઉપપ્રમુખ: મહેશભાઈ રામાભાઈ તડવી (તિલકવાડા), હરેશભાઈ જેન્તીભાઈ વસાવા (નાંદોદ), દિનેશભાઈ ચંદુભાઈ દેસાઈ (નાંદોદ), ડૉ. કિરણકુમાર જગદીશભાઈ વસાવા (સાગબારા), લીલાબેન બાલુભાઈ ચૌધરી (સાગબારા), ખેમરાજભાઈ રમેશભાઈ તડવી (ડેડીયાપાડા), દિલીપસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ (નાંદોદ) અને પ્રદ્યુમન ભીમસિંગ વસાવા (ડેડીયાપાડા).
* મહામંત્રી: શ્રવણભાઈ નારાણભાઈ તડવી (ગરૂડેશ્વર), દિનેશભાઈ દેવજીભાઈ વસાવા (ડેડીયાપાડા) અને આશિષભાઈ નલિનચંદ્ર પટેલ (નાંદોદ).
* મંત્રી: જીગીશાબેન ચંદ્રકાંતભાઈ ભટ્ટ (રાજપીપળા શહેર), શ્રેયસભાઈ ડાહ્યાભાઈ પરમાર (તિલકવાડા), સુમંતાબેન બચુભાઈ વસાવા (નાંદોદ), મનોજભાઈ ચિમનભાઈ તડવી (ગરૂડેશ્વર), પ્રદીપભાઈ ચિમનભાઈ વસાવા (ડેડીયાપાડા), રેવાબેન ચતુરભાઈ વસાવા (ડેડીયાપાડા), ભીલ શીતલબેન રવિદાસભાઈ (ગરૂડેશ્વર) અને સુરેન્દ્રભાઈ ધનસિંગભાઈ વસાવા (સાગબારા).
* અન્ય હોદ્દેદારો: કોષાધ્યક્ષ તરીકે મુકેશભાઈ ચિમનભાઈ પટેલ (નાંદોદ), કાર્યાલય મંત્રી તરીકે યતિનકુમાર રામભાઈ નાયક (ડેડીયાપાડા), સોશીયલ મીડીયા વિભાગમાં દર્શનકુમાર સુભાષચંદ્ર જોશી (રાજપીપળા શહેર), આઈ.ટી. વિભાગમાં તડવી મિતેશકુમાર રેવાભાઈ (ગરૂડેશ્વર) અને મીડીયા વિભાગમાં રાજેશભાઈ જશુભાઈ ચૌહાણ (તિલકવાડા) ની નિમણૂક કરવામાં આવી છે.
વિવિધ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓ:
જિલ્લાના વિવિધ મોરચાઓમાં પણ સક્રિય કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી છે:
* યુવા મોરચો: પ્રમુખ તરીકે દવે મહેન્દ્ર જનકભાઈ અને મહામંત્રી તરીકે ગોહિલ પુષ્પરાજસિંહ રાજેન્દ્રસિંહ તથા વસાવા રિતેશભાઈ અશોકભાઈ.
* મહિલા મોરચો: પ્રમુખ પદે તડવી શીતલબેન અમીષકુમાર અને મહામંત્રી તરીકે શ્રદ્ધાબેન શૈલેષભાઈ બારીયા તથા ચંપાબેન લક્ષ્મણભાઈ વસાવા.
* કિસાન મોરચો: પ્રમુખ તરીકે પટેલ નિકુંજભાઈ જયંતીભાઈ અને મહામંત્રી તરીકે ગોહિલ ભુપેન્દ્રસિંહ પર્વતસિંહ તથા ભરતભાઈ સોમાભાઈ તડવી.
* બક્ષીપંચ (ઓબીસી) મોરચો: પ્રમુખ તરીકે ડૉ. ધવલભાઈ ખુમાનસિંહ પટેલ અને મહામંત્રી પદે પંચાલ સુરેન્દ્રભાઈ ચંદુભાઈ તથા ભરતભાઈ બાલુભાઈ પ્રજાપતિ.
* અનુસૂચિત જાતિ મોરચો: પ્રમુખ પદે સોલંકી અમિતકુમાર કનુભાઈ અને મહામંત્રી તરીકે પંકજભાઈ નટવરભાઈ રોહિત તથા આહિરે પંકજભાઈ ભીખાભાઈ.
* અનુસૂચિત જન જાતિ મોરચો: પ્રમુખ તરીકે રાજુભાઈ હિમંતભાઈ વસાવા અને મહામંત્રી પદે તડવી અરુણભાઈ ચંદુભાઈ તથા વસાવા તારસિંગભાઈ સુરપસિંગભાઈ.
* લઘુમતી મોરચો: પ્રમુખ તરીકે રાઠોડ સાદિક અયુબખાન અને મહામંત્રી તરીકે એજાઝ અહેમદ અબ્દુલરઝાક મકરાણી તથા ઠાકોર સફીમહંમદ ઉમરખાનની વરણી કરવામાં આવી છે.
આ નિમણૂકોની નકલ જગદીશ વિશ્વકર્મા (પ્રદેશ પ્રમુખ), ભુપેન્દ્રભાઈ પટેલ (મુખ્યમંત્રી), હર્ષભાઈ સંઘવી (નાયબ મુખ્યમંત્રી), રત્નાકરજી (પ્રદેશ સંગઠન મહામંત્રી), પ્રશાંતભાઈ કોરાટ (પ્રદેશ મહામંત્રી - દક્ષિણ ઝોન) અને ઈશ્વરસિંહજી પટેલ (જિલ્લા પ્રભારી મંત્રી) ને રવાના કરવામાં આવી છે. નવી ટીમ દ્વારા આગામી સમયમાં સંગઠનની કામગીરીને વેગવંતી બનાવવામાં આવશે.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
