<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના સંગઠનમાં મોટા ફેરફાર : નવા હોદ્દેદારો અને વિવિધ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓની ટીમ જાહેર : જુઓ સંપૂર્ણ સૂચિ

પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની સૂચનાથી જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવીએ કરી સત્તાવાર જાહેરાત : આઠ ઉપપ્રમુખ, ત્રણ મહામંત્રી અને આઠ મંત્રીઓ સહિત સાત વિવિધ મોરચાના નવનિયુક્ત પદાધિકારીઓ સાથે સંગઠન વધુ મજબૂત બનશે : તમામ તાલુકા અને શહેરોને અપાયું યોગ્ય પ્રતિનિધિત્વ

દ્વારકા : ભારતીય જનતા પાર્ટી દેવભૂમિ દ્વારકા જિલ્લા દ્વારા સંગઠનાત્મક માળખામાં ફેરબદલ કરી નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથેની ચર્ચા-વિચારણા બાદ જિલ્લા પ્રમુખ મયુરભાઈ રામભાઈ ગઢવીએ નવા પદાધિકારીઓના નામોની જાહેરાત કરી છે.
જિલ્લા ભાજપના મુખ્ય હોદ્દેદારોની યાદી:
નવા માળખામાં જિલ્લાના ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રી તરીકે નીચે મુજબના સક્રિય કાર્યકરોની વરણી કરવામાં આવી છે:
 * ઉપપ્રમુખ: મોહનભાઈ લીલાધરભાઈ બારાઈ (ઓખા શહેર), ખેરાજભા કારુભા કેર (દ્વારકા તાલુકો), દેવાયતભાઈ મુરુભાઈ ગોજીયા (કલ્યાણપુર તાલુકો), ફાલગુનીબેન અમિતભાઈ વ્યાસ (ખંભાળિયા શહેર), ટપુભાઈ લીરાભાઈ સોનગરા (કલ્યાણપુર તાલુકો), નિમિષાબેન નાનજીભાઈ નકુમ (ખંભાળિયા તાલુકો), ઈન્દ્રજીતસિંહ અનપસિંહ પરમાર (ખંભાળિયા શહેર) અને ગોવિંદભાઈ પાલાભાઈ કનારા (ભાણવડ તાલુકો).
 * મહામંત્રી: યુવરાજસિંહ બનેસિંહ વાઢેર (ઓખા શહેર), રાજુભાઈ ભીમાભાઈ સરસીયા (ખંભાળિયા તાલુકો) અને પરબતભાઈ હમીરભાઈ ભાડરકા (ખંભાળિયા તાલુકો).
 * મંત્રી: રેખાબેન હરભમભાઈ ઓડેદરા (કલ્યાણપુર તાલુકો), કૃતિકાબેન તેજસભાઈ ઠાકર (દ્વારકા શહેર), પૂનમબેન નથુભાઈ બેલા (કલ્યાણપુર તાલુકો), અરજણભાઈ વસરામભાઈ નનેરા (ભાણવડ), સોમાભાઈ કુડાભાઈ નાગેશ - રબારી (દ્વારકા તાલુકો), અનિલભાઈ ગોવર્ધનદાસ તન્ના (ખંભાળિયા શહેર), આલીબેન મુકેશભાઈ ગેડીયા (દ્વારકા શહેર) અને નિશાબેન મનોજભાઈ જાદવ (રાવલ શહેર).
 * અન્ય હોદ્દેદારો: કોષાધ્યક્ષ તરીકે મહેન્દ્રભાઈ મેઘાભાઈ મકવાણા (કલ્યાણપુર તાલુકો) અને કાર્યાલય મંત્રી તરીકે મનીષભાઈ પ્રવીણભાઈ રાઠોડ (ખંભાળિયા તાલુકો) ને જવાબદારી સોંપાઈ છે.
વિભાગીય ઇન્ચાર્જ અને સંયોજકો:
 * સોશીયલ મીડીયા ઇન્ચાર્જ: સુધીપભાઈ નવનીતરાય હર્ષ - સંયોજક (ખંભાળિયા શહેર).
 * આઈ.ટી. ઇન્ચાર્જ: શૈલેષભાઈ પ્રવિણભાઈ નકુમ - સંયોજક (ખંભાળિયા તાલુકો).
 * મીડીયા ઇન્ચાર્જ: જયસુખભાઈ ગીરધરલાલ મોદી - સંયોજક (ખંભાળિયા શહેર).
વિવિધ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓ:
 * યુવા મોરચો: પ્રમુખ તરીકે વનરાજસિંહ વિજયસિંહ વાઢેર (ખંભાળિયા શહેર) અને મહામંત્રી પદે ચિંતનભાઈ અશોકભાઈ ખાણધર (ખંભાળિયા તાલુકો) તથા અક્ષયભાઈ ગીરીશભાઈ બારાઈ (દ્વારકા શહેર).
 * મહિલા મોરચો: પ્રમુખ પદે રચનાબેન મોહિતભાઈ મોટાણી (ખંભાળિયા શહેર) અને મહામંત્રી તરીકે લીનાબેન રાકેશભાઈ લહેરૂ (રાવલ શહેર) તથા દીપ્તીબેન વિજયભાઈ કણઝારીયા (ખંભાળિયા તાલુકો).
 * કિસાન મોરચો: પ્રમુખ તરીકે દેવરાજભાઈ આંબાભાઈ ડાભી (કલ્યાણપુર તાલુકો) અને મહામંત્રી પદે ભાયાભાઈ જેશાભાઈ સંધીયા (ખંભાળિયા તાલુકો) તથા નારણભાઈ પરબતભાઈ ચાવડા (ખંભાળિયા તાલુકો).
 * બક્ષીપંચ (ઓબીસી) મોરચો: પ્રમુખ પદે ધીરુભાઈ નરસિંહભાઈ ટાકોદરા - પ્રજાપતિ (ખંભાળિયા શહેર) અને મહામંત્રી તરીકે કિશોરભાઈ દેવાભાઈ મકવાણા (ભાણવડ તાલુકો) તથા સાગરદાસ હેમતરામ ગોડલીયા (કલ્યાણપુર તાલુકો).
 * અનુસૂચિત જાતિ મોરચો (SC): પ્રમુખ પદે રવિભાઈ માધવજીભાઈ પરમાર (દ્વારકા તાલુકો) અને મહામંત્રી તરીકે મહેશભાઈ રવજીભાઈ ઘોરીયા (ખંભાળિયા શહેર) તથા લખુભાઈ જેઠાભાઈ ચાવડા (ખંભાળિયા શહેર).
 * લઘુમતી મોરચો: પ્રમુખ તરીકે તબરેજ મામદભાઈ સંધાર (સલાયા શહેર) અને મહામંત્રી પદે જોહર અવ્દેઅલી દલાલ (ખંભાળિયા શહેર) તથા યુસુફ અલી ઇસબાની (દ્વારકા તાલુકો) ની વરણી કરાઈ છે.
આ નિમણૂકોની જાણ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, ઝોન મહામંત્રી અનીરૂધ્ધભાઈ દવે અને દેવભૂમિ દ્વારકા પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયાને કરવામાં આવી છે.

(7:50 PM IST)