<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે: કેટલાક જિલ્લામાં હળવો કમોસમી વરસાદ પડી શકે: અંબાલાલ પટેલની આગાહી

ભરૂચ અને સુરત અને . મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદ પડવાની શક્યતા:ખેડૂતોની ચિંતા વધારી: સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ કમોસમી વરસાદ કે છાંટા પડી શકે

અમદાવાદ :રાજ્યમાં હાલ વાતાવરણમાં પલટો આવ્યો છે. થોડી વાર ગરમી તો થોડી વાર ઠંડી પડી રહી છે. જેના કારણે ખેડૂતોને ચિંતા થઈ રહી છે. કારણ કે એકબાજૂ શિયાળુ પાક કાઢવાનો વારો આવ્યો છે અને બીજી બાજૂ  ઉનાળુ પાક વાવવાનો સમય થઈ ગયો છે. વરસાદ પડવાના પણ એંધાણ જોવા મળી રહ્યા છે જેના કારણે ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે. આ વચ્ચે હવે અંબાલાલ પટેલે હવામાનને લઈને આગાહી કરી છે. આવો જાણીએ આવનારા દિવસોમાં કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ.

એક બાજૂ ગુજરાતમાં ઠંડી અને ગરમી બંને ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આ વચ્ચે હવે અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, 2 ફેબ્રુઆરી સુધી હવામાનમાં મોટો પલટો આવી શકે છે. વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેવી આગાહી કરી હતી. જે આગાહી હવે સાચી પડી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. તેનું કારણ એ છે કે ગુજરાતના અનેક વિસ્તારમાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.  મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવો કમોસમી વરસાદ પડી શકે છે તેવી સંભાવના અંબાલાલ પટેલે આપી છે.

 

આજથી ગુજરાતના વાતાવરણમાં ફેરફાર થશે. જેમાં ઘણા વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે.  ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને સુરત અને . મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદ પડવાની શક્યતા છે. બદલતા વાતાવરણને કારણે ખેડૂતોની ચિંતા વધારી છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ કમોસમી વરસાદ કે છાંટા પડી શકે છે.

(10:37 PM IST)