તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 2nd February 2026
રાજપીપળા સ્થિત ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ભવ્ય વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું.
આ વર્ષની વાર્ષિક ઉજવણી “Journey with Learning” થીમ પર આધારિત હતી, જેમાં બાળકોના સર્વાંગી વિકાસની ઝલક જોવા મળી.

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા સ્થિત ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ (CBSE, GSEB English & Gujarati), એકેડમી પાર્ટનર વાઇબ્રન્ટ વેવ્સ ઇન્ટરનેશનલ એકેડમી તથા રૂટ્સ ડે કેર સેન્ટર દ્વારા તારીખ 31-01-2026 ના રોજ શાળાના પ્રાંગણમાં ભવ્ય વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.ભવ્ય વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વાર્ષિક મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે ગૌરવભાઈ પ્રજાપતિ (DFO, નર્મદા), નેહાબેન પ્રજાપતિ (આચાર્ય સરકારી નર્સિંગ કોલેજ, ભુજ), મહેશચંદ્ર પટેલ (મહામંત્રી, ગુજરાત રાજ્ય શાળા મહામંડળ),દિનેશભાઈ ભીલ (DSO, નર્મદા), ડેપ્યુટી ડી.ડી.ઓ. પિનાકીનીબેન, એચ.એસ. પટેલ (ડિસ્ટ્રિક્ટ જજ, ફેમિલી કોર્ટ) તથા શિક્ષણ વિભાગમાંથી કલમભાઈ વસાવા નાઓ એ ઉપસ્થિત રહી શાળાનું ગૌરવ વધાર્યું હતું.
વાર્ષિક મહોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ, નૃત્ય, નાટ્ય અને પ્રસ્તુતિઓ દ્વારા પોતાની પ્રતિભા રજૂ કરી વાલીઓ તથા ઉપસ્થિત મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ વર્ષની વાર્ષિક ઉજવણી “Journey with Learning” થીમ પર આધારિત હતી, જેમાં બાળકોના સર્વાંગી વિકાસની ઝલક જોવા મળી.
મુખ્ય મહેમાનો દ્વારા બાળકોને આશીર્વાદ પાઠવવામાં આવ્યા અને શાળા સતત ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી.
આ શુભ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ દિલીપભાઈ શેઠ, રવિભાઈ શેઠ તથા ચંદ્રેશભાઈ ધાધુકિયાએ ઉપસ્થિત તમામ મહેમાનો, વાલીઓ, શિક્ષકો અને સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
