<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

કેવડિયા તરફ વિકાસમાં પોરવાયેલી સરકારને હવે જિલ્લાનું મુખ્ય મથક રાજપીપળા ઓરમાયું લાગે છે

અંકલેશ્વરથી રાજપીપળા જતી બ્રોડગેજ રેલવે પાંચ વર્ષથી બંધ, સરકારને હવે કેવડિયા તરફના વિકાસમાં રસ છે.

( ભરત શાહ દ્વારા ) નર્મદા :કરોડોના ખર્ચે નંખાયેલ અંકલેશ્વર થી રાજપીપળા જતી બ્રોડગેજ રેલવે પાંચ વર્ષથી બંધ, સરકારને હવે કેવડિયા તરફના વિકાસમાં રસ હોવાનું જણાય છે.

   છેલ્લા પાંચ વર્ષથી રાજપીપલા ની બ્રોડગેજ ટ્રેન બંધ થવા પામી છે અને એનું સ્થાન કેવડિયામાં એકતાનગર રેલવે સ્ટેશનએ લીધું છે હવે તમામ ટ્રેનો એકતાનગર આવે છે અને રાજપીપલા સાઇડ માં રહી ગયું છે, જેને કારણે રાજપીપલા ના વેપાર ધંધા પર મોટી અસર થાય છે વેપારીઓનું માનવું છે કે આ ટ્રેન ફરી શરૂ થવી જોઈએ.
રજવાડી નગરી રાજપીપલા એ હવે નર્મદા જિલ્લાનું મુખ્ય મથક છે પરંતુ રાજા રજવાડા સમયમાં એ એક રજવાડું હતું અને એની ઓળખ અહીંની રેલ્વે એટલે કે બાબા ગાડી ના નામે પ્રચલિત કોલસા વાળી ટ્રેન હતી, કાળક્રમે આ ટ્રેન નેરોગેજ અને બ્રોડગેજમાં રૂપાંતરિત કરી અને તે સમયે રાજપીપળા ધંધાનું હબ કહેવાતું . આ ટ્રેનમાં મુંબઈથી પણ માલ સામાન રાજપીપળામાં આવતો અને રાજપીપલા નો ધંધા રોજગાર ખૂબ જ વખણાતો છેલ્લા પાંચ વર્ષથી અહીંની બ્રોડગેજ ટ્રેન બંધ થવા પામી છે અને એનું સ્થાન કેવડિયામાં એકતાનગર રેલવે સ્ટેશનએ લીધું છે હવે તમામ ટ્રેનો એકતાનગર આવે છે અને રાજપીપલા બાજુ પર રહી ગયું છે, જેને કારણે રાજપીપલા ના વેપાર ધંધા પર મોટી અસર થાય છે વેપારીઓનું માનવું છે કે આ ટ્રેન ફરી શરૂ થવી જોઈએ
હાલ 2026 નું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લો છે અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી એટલે જિલ્લા માં અનેક વિસ્તારોમાં વિકાસ થયો પરંતુ નર્મદા જિલ્લા ના મુખ્ય મથક રાજપીપલા શહેર માં વિકાસ થી વંચિત જોવા મળી રહ્યો છે રાજપીપલા શહેર માં મોટું બજાર છે પરંતુ ગ્રાહક ઘણી ઓછી માત્રા માં જોવા મળે છે અહીં ના સ્થાનિકો ને આ દેશ ના બજેટ માં શહેર ના વિકાસ માટે જે નેરોગેજ ટ્રેન માંથી બ્રોડગેજ બનાવી અને જે 5 વર્ષ થી બંધ કરવામાં આવી જેને ચાલુ કરવા માટે બજેટ માં લેવા ની માગ કરે છે અને કેવડિયા ખાતે આ ટ્રેન ને જોડી કનેક્ટિવિટી વધારવામાં ની માગ અહીંના વ્યાપારીઓ અને સ્થાનિકો કરી રહ્યા છે જેથી શહેર નો વિકાસ વધી શકે.
વળી રાજપીપલા જિલ્લા નું મુખ્ય મથક હોવા છતાં અહીં ધંધા રોજગાર નથી અને રોજગારી માટે હજુ પણ લોકો બહારગામ અને અન્ય જિલ્લાઓમાં પણ જાય છે ત્યારે મહિલાઓ પણ રોજગારી માટે બહાર જતી હોય છે અને તેમને ખાનગી વાહન વ્યવહાર નો ઉપયોગ કરવો પડે છે જો ટ્રેન વ્યવસ્થા શરૂ થાય તો વડોદરા કે ભરૂચ અંકલેશ્વર પણ આ ટ્રેનમાં નિર્ભય પ્રમાણે જઈ શકાય તેવું અહીંની મહિલાઓ પણ માને છે.વળી રાજવી પરિવાર પણ માને છે કે રાજાએ શરૂ કરેલી આ ટ્રેન બંધ ન થવી જોઈએ અને ઓછામાં ઓછું એને કેવડિયા સુધી લંબાવવામાં આવે તો કેવડિયા એકતાનગરથી તમામ કનેક્ટિવિટી મળે અને ત્યાંના પ્રવાસીઓ પણ રાજપીપળા આવે તો રાજપીપળા નો વિકાસ થાય.
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જો ધારે તો નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ને પણ વિકાસશીલ બનાવી શકે તેમ છે ત્યારે જિલ્લા ના આ મુખ્ય મથક તરફ પણ સરકાર ધ્યાન આપે અને અહીં ટ્રેન રૂપી વિકાસ આપે એવું નાગરિકો અને વેપારીઓ ઈચ્છી રહ્યા છે

(12:04 AM IST)