તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 2nd February 2026
૪ ફેબ્રુઆરીએ અમદાવાદમાં ‘લેન્સકેપ કેરળ' ૧૦ દિગ્ગજ ફોટોગ્રાફરોની ૧૦૦ તસવીરોઃ કેરળની ઝલક માણવાની તક
કેરળ પ્રવાસન વિભાગ દ્વારા પ્રસ્તુત અને ઉમા નાયર દ્વારા ક્યુરેટ કરાયેલ ફોટોગ્રાફી પ્રદર્શનમાં ગોડ્સ ઓન કન્ટ્રીના અદભુત દ્રશ્યો જોવા મળશે; ૪ ફેબ્રુઆરીએ નિઃશુલ્ક માસ્ટરક્લાસનું પણ આયોજન

અમદાવાદ તા.૨: કેરળ પ્રવાસન વિભાગ દ્વારા અમદાવાદના કલાપ્રેમીઓ માટે લેન્સકેપ કેરળ શીર્ષક હેઠળ એક ભવ્ય ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં દેશના ૧૦ નામાંકિત ફોટોગ્રાફરો દ્વારા કેરળના વિવિધ પ્રદેશોમાંથી કેદ કરાયેલી ૧૦૦ શ્રેષ્ઠ તસવીરોનો સંગ્રહ રજૂ કરવામાં આવશે.
આ પ્રદર્શન કેરળના પોટ્રેટ્સ, જીવંત સંસ્કૃતિ, નયનરમ્ય કુદરતી દ્રશ્યો, વન્યજીવન અને રોજિદા જીવનની પળોને એક તાંતણે વણીને ગોડ્સ ઓન કન્ટ્રીનું એક સમકાલીન ચિત્ર રજૂ કરશે.
દિગ્ગજ કલાકારોનો સંગમ પ્રખ્યાત આર્ટ ક્રિટિક ઉમા નાયર દ્વારા ક્યુરેટ કરાયેલ અને એવોર્ડ વિજેતા ફોટોગ્રાફર બાલન માધવનના દિગ્દર્શન હેઠળ તૈયાર થયેલા આ પ્રદર્શનમાં ૧૦ અલગ-અલગ દ્રષ્ટિકોણ રજૂ કરવામાં આવ્યા છે. જેમાં એચ. સતીશ, શિવાંગ મહેતા, અમિત પસરીચા, સૌરભ આનંદ ચેટર્જી, સૈબલ દાસ, ઉમેશ ગોગના, મનોજ અરોરા, ઐશ્વર્યા શ્રીધર, નતાશા કરતાર હેમરાજાની અને કૌંતેય સિન્હા જેવી પ્રતિભાઓની તસવીરો નિહાળવા મળશે.
ફોટોગ્રાફી માસ્ટરક્લાસનું વિશેષ આયોજનઃ પ્રદર્શનના બીજા દિવસે ફોટોગ્રાફીના શોખીનો માટે એક વિશેષ આકર્ષણ રહેશે. જાણીતા ફોટોગ્રાફર ઉમેશ ગોગના દ્વારા ફોટોગ્રાફી વિષય પર એક માસ્ટરક્લાસ લેવામાં આવશે, જેનો લાભ રસ ધરાવતા લોકો વિનામૂલ્યે લઈ શકશે.
કાર્યક્રમની વિગતવાર માહિતીઃ
૧. ફોટોગ્રાફી પ્રદર્શનઃ
વિષયઃ લેન્સકેપ કેરળ ૧૦ પ્રખ્યાત ફોટોગ્રાફરો દ્વારા ઝડપાયેલી ૧૦૦ તસવીરોનું પ્રદર્શન.
તારીખઃ ૩ થી ૫ ફેબ્રુઆરી ૨૦૨૬
સમયઃ સવારે ૧૧ થી સાંજે ૦૭:૦૦ સુધી
ક્યુરેટરઃ ઉમા નાયર
પ્રવેશઃ નિઃશુલ્ક
સ્થળઃ હઠીસિહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર, કસ્તુરભાઈ લાલભાઈ કેમ્પસ, સીઈપીટી (સેપ્ટ), નવરંગપુરા, અમદાવાદ, ગુજરાત.
૨. માસ્ટરક્લાસઃ
તારીખઃ ૦૪ ફેબ્રુઆરી ૨૦૨૬
સમયઃ બપોરે ૦૨:૦૦ થી ૦૪:૦૦ સુધી
મેન્ટરઃ ઉમેશ ગોગના
પ્રવેશઃ નિઃશુલ્ક
સ્થળઃ હઠીસિહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર, અમદાવાદ.
વધુ માહિતી માટે સંપર્કઃ શ્રી નીતિન (૯૬૫૪૪૩૨૨૭૬)
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
