<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

જી.જે. કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં એસ.જી.વી.પી. રીબડાની ટીમ ચેમ્‍પીયન

અમદાવાદ સ્‍થિત J.G. ઇન્‍ટરનેશનલ સ્‍કૂલ દ્વારા JG કપ અન્‍ડર ૧૫ કેટેગરી ઇન્‍ટર સ્‍કૂલ ફૂટબોલ ટુર્નામેન્‍ટનુ આયોજન કરવામાં આવ્‍યું હતું.  કુલ ૧૬ સ્‍કૂલોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચ SGVP રીબડા રાજકોટ અને JG સ્‍કૂલ અમદાવાદ વચ્‍ચે રમાયો..  અંતમાં પેનલ્‍ટી શૂટઆઉટમાં SGVP રીબડા રાજકોટે ગોલ ફટકારીને ૩-૨ થી ફાઇનલ મેચ જીતીને ચેમ્‍પિયન બની હતી. ટૂંકમાં ક્‍વાર્ટર ફાઇનલ માં ઉદગમ સ્‍કૂલ સામે ૬-૦ થી અને સેમિફાઇનલમાં આનંદનિકેતન સ્‍કૂલ સામે ૨-૧ થી જીત મેળવી હતી. ટીમને ચેમ્‍પિયન બનાવવામાં ટીમના કપ્તાન હરિવંશ પટેલ અને કોચ પ્રેમ રાયના માર્ગદર્શન હેઠળ ખૂબ મહેનત કરી હતી ટીમમાં વ્રજ તળપડા, આર્યન પટેલ, ધ્રુવ ડાંગર,માનીત ભૂત, કાવ્‍ય પટેલ, હંશિત પટેલ, નિત્‍યરાજ જાડેજા એ જોરદાર રમત બતાવી હતી. આ અવસરે SGVP સંસ્‍થા ના અધ્‍યક્ષ પરમ પૂજ્‍ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્‍વામી તેમજ માર્ગદર્શક પરમ પૂજ્‍ય પુરાણી શ્રી બાલકળષ્‍ણદાસજી સ્‍વામી, રીબડા સ્‍કૂલના સંચાલક શ્રી ધર્મવત્‍સલદાસજી સ્‍વામીજી અને સ્‍કૂલના પ્રિન્‍સિપાલ શ્રી જીગ્નેશભાઈ ઠક્કરે બધાંને અભિનંદન પાઠવ્‍યા હતા.

(10:40 AM IST)