<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

સાઈબર ક્રાઈમ: અમદાવાદમાં ઓનલાઈન એસ્કોર્ટ સર્વિસ સામે લાલ આંખ, ૧૨૦ ડોમેઈન સામે ગુનો દાખલ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઈન દેહવ્યાપાર અને એસ્કોર્ટ સર્વિસ ચલાવતી વેબસાઈટ્સ સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે આવી ૧૨૦ જેટલી વેબસાઈટ/ડોમેઈન બ્લોક કરવાની તજવીજ હાથ ધરી ગુનો નોંધ્યો છે.

અમદાવાદ શહેરમાં ઓનલાઈન માધ્યમથી ચાલતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે સાઈબર ક્રાઈમ બ્રાન્ચે મોટી ઝુંબેશ હાથ ધરી છે. ઈન્ટરનેટ પર 'એસ્કોર્ટ સર્વિસ' ના નામે ચાલતી અનેક વેબસાઈટો દ્વારા લોકોને ફસાવવામાં આવતા હતા અને અનૈતિક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતી. આ બાબતને ગંભીરતાથી લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન પોલીસને આવી ૧૨૦ જેટલી શંકાસ્પદ વેબસાઈટ અને ડોમેઈન મળી આવ્યા હતા. પોલીસે આ તમામ ૧૨૦ ડોમેઈન સામે આઈ.ટી. એક્ટ અને અન્ય કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. 

 

આ વેબસાઈટોના માધ્યમથી યુવાનોને લલચાવીને તેમની સાથે ઠગાઈ પણ કરવામાં આવતી હતી. પોલીસે આ વેબસાઈટોને બ્લોક કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી છે અને આ નેટવર્ક પાછળ રહેલા મુખ્ય સૂત્રધારોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

(10:55 AM IST)