<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

અકસ્માત: કલોલ - અંબિકા હાઈવે પર મરઘા ભરેલી પિકઅપ વાન આઈશરમાં ઘૂસી ગઈ, ચાલક ઈજાગ્રસ્ત: હાઈવે પર મરઘાઓ રસ્તા પર ફેંકાયા: ટ્રાફિક જામના દ્રશ્યો

અમદાવાદ-મહેસાણા હાઈવે પર કલોલ નજીક અંબિકા બસ સ્ટેન્ડ પાસે અંધારામાં સ્પીડ બ્રેકર ન દેખાતા આઈશર ચાલકે બ્રેક મારી હતી, જેના કારણે પાછળ આવતી મરઘા ભરેલી પિકઅપ વાન અથડાઈ હતી. આ અકસ્માતમાં વાન ચાલકને ઈજા થઈ છે.

અમદાવાદ-મહેસાણા હાઈવે પર આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. કલોલ નજીક આવેલા અંબિકા બસ સ્ટેન્ડ પાસે હાઈવે પર એક આઈશર ટ્રક પસાર થઈ રહી હતી. અંધારાને કારણે રસ્તા પર આવેલું સ્પીડ બ્રેકર ટ્રક ચાલકને ન દેખાતા તેણે અચાનક બ્રેક મારી હતી. આ સમયે આઈશરની પાછળ પૂરઝડપે આવી રહેલી મરઘા (ચિકન) ભરેલી બોલેરો પિકઅપ વાન નિયંત્રણ ગુમાવી બેઠી હતી અને ધડાકાભેર આગળની ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે પિકઅપ વાનની કેબિનનો કડૂસલો બોલી ગયો હતો. આ અકસ્માતમાં પિકઅપ વાનના ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને ૧૦૮ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. 

 

અકસ્માતને કારણે હાઈવે પર મરઘાઓ રસ્તા પર વેરાઈ ગયા હતા અને થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

(10:55 AM IST)