તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd February 2026
કલોલના વાયણા નજીક નર્મદા કેનાલમાં ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત પાણી છોડાતા ખેડૂતોમાં ભારે રોષ
કેનાલને જોડતા 8 જેટલા ગામની ખેતીને કેમિકલવાળા પાણીથી પાક અને જમીનને ભારે નુકસાનની ભીતી

ગાંધીનગરના કલોલ તાલુકાના વાયણા નજીક નર્મદા કેનાલમાં કેમિકલ માફીયાઓ ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત પાણી છોડાતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. કેનાલને જોડતા 8 જેટલા ગામની ખેતીને કેમિકલવાળા પાણીથી પાક અને જમીનને ભારે નુકસાનની ભીતી સેવાઈ રહી છે. પ્રાઇવેટ કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.
કેનાલના પાણીમાં ગેરકાયદેસર કેમિકલ ઠાલવવાથી વાયણા, ચેખલા, વિરમગામ, અમનગર, વાસણા તથા અન્ય ગામોના ખેતી વિસ્તારમાં ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. કેનાલ મારફતે ફેલાયેલા પ્રદૂષિત પાણીથી જનજીવન અને જમીનને પણ નુકસાનની ભીતિ. સ્થાનિક અસરગસ્ત ખેડૂતોએ સાતેજ પોલીસમાં પણ લેખિત ફરિયાદ આપી છે.
ખેડૂતો દ્વારા આ આ કેમિકલ ઠાલવતી કંપની સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવાની પણ માગ ઉઠાવવામાં આવી છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ(GPCB)દ્વારા ફક્ત કાગળો ઉપર નિયમો બનાવી આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા હોવા છતાંય કોઈજ નક્કર કામગીરી કરાઇ રહી નથી
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
