News of Monday, 2nd February 2026
સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગજેરાબંધુને ત્યાં આઈટીનું છઠા દિવસે સર્ચ ઓપરેશન યથાવત: EDની સાથે CBI પણ તપાસ થવાની શક્યતા
વિદેશમાં હવાલા રેકેટ મોટું બહાર આવાની શક્યતા : 30 પૈકી પાંચ સ્થળે સર્ચની કાર્યવાહી પૂર્ણ કરાઈ

સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગજેરાબંધુને ત્યાં IT વિભાગનુ છઠા દિવસે સર્ચ ઓપરેશન યથાવત રહ્યું છે. અડાજણના વધુ એક હવાલા સાથે સંકળાયેલા વ્યક્તિના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. વિદેશમાં હવાલા રેકેટ મોટું બહાર આવાની શક્યતા રહેલી છે. 30 પૈકી પાંચ સ્થળે સર્ચની કાર્યવાહી પૂર્ણ કરાઈ છે. વિદેશના વ્યવહારો સહિતનો તાગ મેળવવા આઇટીની સર્ચ કામગીરી યથાવત રહેવા પામી છે. સર્ચ દરમિયાન 20 કરોડની રોકડ કરોડો રૂપિયાની જ્વેલરી સીઝ કરવામાં આવી. ભાગેડુ મેહુલ ચોકસીના કરોડો રૂપિયાનું પગેરું મેળવવા આઇટી ની તપાસ હાથ ધરી છે તેવી ચર્ચાઓ થઈ રહી છે. ED ની સાથે CBI પણ તપાસ થવાની શક્યતાઓ છે .
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
