<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

બાળ તસ્‍કરીના રેકેટનો સુરત ક્રાઈમ બ્રાન્‍ચ દ્વારા પર્દાફાશઃ બે મહિલાઓ સકંજામાં

ફૂલ જેવી નવજાત બાળકી મહારાષ્‍ટ્રથી સુરત શહેરમાં વેચાણ માટે લાવવામાં આવ્‍યાનો ઘટસ્‍ફોટ થતા અરેરાટી ફેલાઈ ગઇ નો વોન્‍ટેડ ઇન સુરત અનુપમસિહ ગેહલોતના અભિયાનને ક્રાઇમ બ્રાંચ વડા રાઘવેન્‍દ્ર વસ્‍ત, ડીસીપી ભાવેશ રોજિયાના નેતળત્‍વ હેઠળની ટીમના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર રઘુરાજસિંહ આઈ જાડેજા સ્‍ટાફને એસીપી કિરણ મોદીના સંકલનમાં મોટી સફળતા

રાજકોટ, તા.૨: નો ડ્રગ્‍સ ઈન સુરત, નો વોન્‍ટેડ ઇન સુરત એવા પોલીસ કમિ‘રના સફળ અભિયાનમાં, બીજા રાજ્‍યોના કે અન્‍ય શહેરોના વોન્‍ટેડ પણ સુરત શહેરમાં આવી છુપાય અને સુરતની શાંતિ ન જોખમાંઇ તેવું વિશેષ અભિયાન શરૂ કરેલ છે, તેને પણ સુરત ક્રાઈમ બ્રાન્‍ચે જોઇન્‍ટ પોલીસ કમિશનર રાઘવેન્‍દ્ર વસ્‍તના માર્ગદર્શનમાં અને ડીસીપી ભાવેશ રોજિયાના નેતળત્‍વ હેઠળ અને એસીપી કિરણ મોદીના સંકલનમાં પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર રઘુરાજસિંહ આઈ જાડેજા સ્‍ટાફની વિવિધ ટીમો કાર્યરત હતી તે દરમિયાન વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે.

દરમ્‍યાન ક્રાઈમબ્રાંચના પોલીસ માણસોને હકીકત મળી આવેલ કે, બે મહિલાઓ એક નવજાત બાળકીને કોઇક જગ્‍યાએથી લઈ આવી સુરત શહેરમાં વેચવા માટે પ્રયત્‍નો કરી રહેલ છેૅ વિગેરે મતલબની હકીકત આધારે બાતમી ખરાઈ કરી તા.૩૦/૦૧/૨૦૨૬ ના રોજ સુરત વેડરોડ વિશ્રામનગર સોસાયટી પ્‍લોટ નંબર-૧૯૬, ૧૯૭ માં આવેલ રાંદલ પાર્ક એપાર્ટમેન્‍ટ ફ્‌લેટ નંબર-જી/૨ માંથી નીચે મુજબની બે મહિલાઓને ઝડપી પાડવામાં આવેલ છે. અને તેઓ પાસેથી એક નાની બાળકી ઉ.વ.૧૦ દિવસની મળી આવેલ હતી. જે મળી આવેલ બાળકીના જન્‍મ બાબતેના હોસ્‍પીટલના કાગળો કે અન્‍ય પુરાવા રજુ કરવા જણાવતા તેઓએ કોઇ સંતોષકારક જવાબ આપેલ ન હતો. જેથી બન્ને મહિલાઓને યુક્‍તિ -યુક્‍તિથી પુછપરછ કરતા તેઓએ સદર બાળકી મહારાષ્‍ટ્ર સંભાજીનગર ખાતેથી એક બેન પાસેથી મેળવીને સુરત શહેરમાં વેચવા માટે આવેલ હોવાનુ જણાવતા બન્ને મહિલાઓ વિરુધ્‍ધમાં ચોકબજાર પો.સ્‍ટે.માં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

ઉપરોક્‍ત મહિલા દ્વારા અન્‍ય રાજ્‍યોમાંથી આવી કેટલી બાળકી ઉઠાવવામાં આવી છે! અને કયાં રાખવામાં આવી છે તેની સઘન પૂછપરછ ચાલી રહ્યાનું ડીસીપી ભાવેશ રોજિયા જણાવે છે.

(11:44 AM IST)