<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

ગજેરા બંધુઓએ હવાલાથી ૨૦૦૦ કરોડ હોંગકોગ મોકલાવ્‍યાનો આક્ષેપ

ગજેરાના કથિત પૂર્વ ભાગીદાર પ્રવીણ અગ્રવાલનો લેટર બોમ્‍બ વાયરલ : હોંગકોંગ મોકલાવેલા ૨ હજાર કરોડ આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરી ભારત લાવ્‍યા

સુરત તા.૨: સુરતમાં રિયલ એસ્‍ટેટ અને હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા વસંત ગજેરા અને ગજેરા પરિવાર પર આવકવેરા વિભાગે (Income Tax) જે સપાટો બોળાવ્‍યો છે. તેને લઈને અત્‍યંત ચોંકાવનારો ખુલાસો સામે આવી રાહ્યો છે. પ્રવીણ અસવાલના જણાવ્‍યા અનુસાર ગજેરા પરિવાર પરના દરોડા કોઈ રૂટિન તપાસ નથી, પરંતુ વડાપ્રધાન કાર્યાલય (PAMO) અને કેન્‍દ્રીય તપાસ એજન્‍સીઓને પ્રવીણ અથવાલ દ્વારા કરવામાં આવેલી એક ગંભીર ફરિયાદનું પરિણામ છે. એટલું જ નહીં ગજેરાબંધુઓએ પંજાબ નેશનલ બેંકના કૌભાંડી મેહુલ ચોકસી સાથે મળી આચરેલા મની લોન્‍ડરિગના પુરાવાઓ રજૂ કર્યા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ફરિયાદી પ્રવીણ અગ્રવાલે આક્ષેપ કર્યો છે કે, ગજેરા ગ્રૂપ દ્વારા સુરતના મિલેનિયમ માર્કેટ' જેવા મસમોટા પ્રોજેક્‍ટ્‍સમાં રોકડેથી ૧૯૨૯ કરોડ રૂપિયા ઉઘરાવીને મસમોટી ટેક્‍સ ચોરી કરી હતી. મિલેનિયમ માર્કેટના ૨ અને ૪ નંબરના પ્રોજેક્‍ટમાં આવેલી દુકાનની બજાર કિમત ૨૦૮૬ કરોડ રૂપિયા છે. તેમાંથી ફક્‍ત ૧૫૭ કરોડ રૂપિયા જ ચેકથી સ્‍વીકાર્યા છે. બાકીની રકમ રોકડેથી સ્‍વીકારી સરકારને ટેક્‍સ પેટે કરોડો રૂપિયાનો ચૂનો ચોપડયો છે. દરમિયાન મિલેનિયમ માર્કેટના આ ૨૦૦૦ કરોડની બ્‍લેક મની ગજેરાબંધુઓએ હવાલા મારફતે રાકેશ ગજેરાને હોંગકોંગ મોકલાવી હતી. ત્‍યારબાદ હોંગકોંગ મોકલાવેલા ૨ હજાર કરોડ આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરી મની લોન્‍ડરીંગથી પ્રવિલ અગ્રવાલની ભારત સ્‍થિત કંપનીમાં પરત લાવી રાકેશ ગજેરા વિદેશથી મૂડી લાવ્‍યા હોવાનું દર્શાવ્‍યું હતું. તેમજ અગ્રવાલની કંપનીમાં ૪૩ ટકાની ભાગીદાર ઘટાડી ૪.૦૨ ટકા કરી દીધી હતી. આ નાણાંનો સીધો સંબંધ ભારત છોડી ભાગી ગયેલા મેહુલ ચોક્‍સીના કાળા નાણાં સાથે હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો. ફરિયાદમાં જણાવાયું છે કે, ગીતાંજલી ગ્રૂપના નાણાંને સુરતના પ્રોજેક્‍ટ્‍સમાં ડાયવર્ટ કરીને તેને વ્‍હાઈટ કરવાનું મોટું નેટવર્ક ગજેરા બંધુઓ ચલાવી રહ્યા હતા. જેના તમામ દસ્‍તાવેજો દિલ્‍હી સુધી પહોંચાડવામાં આવ્‍યા હતા. ફરિયાદી પ્રવીણ અગવાલે મીડિયા સમક્ષ આક્ષેપ કરતા જણાવ્‍યું છે કે, મેં વસંત ગજેરા અને તેમના ભાઈઓ વિરુદ્ધ ૨૦૦૦ કરોડથી વધુના આર્થિક

 કૌભાંડની વિગતો PMO CBI અને EDને આપી હતી. મેહુલ ચોક્‍સી સાથેના તેમના આર્થિક વ્‍યવહારોના કાચા ચિઠ્ઠા મેં ખોલ્‍યા છે. તેમની આ કરતૂતોમાં વસંત ગજેરા, અશોક ગજેરા, ચુની ગજેરા સહિતાઓની પણ સંડોવણી હોવાનો આરોપ લગાડયો છે.

પાંચ દિવસની તપાસમાં ૨૫ કરોડ રોકડા અને જ્‍વેલરી સીઝ, ૩૦માંથી ૧૫ સ્‍થળે સર્ચ પૂર્ણ

વસંત ગજેરાને ત્‍યાં સતત પાંચમા દિવસે સર્ચ ઓપરેશન જારી રહેતા ગજેરા પરિવારમાં સન્નાટો વ્‍યાપી ગયો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર પાંચ દિવસની તપાસમાં લક્ષ્મી ડાયમંડમાંથી અધિકારીઓએ અંદાજે ૨૫ કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ અને જવેલરી સીઝ કરી છે. આ બિનહિસાબી રોકડ ગજેરા પરિવારની મુશ્‍કેલીમાં વધારો કરશે. આ ઉપરાંત આવકવેરાના અધિકારીઓની ટીમે ગજેરા ગ્રુપના સુરત અને મુંબઈ સ્‍થિત ૩૦થી વધુ સ્‍થળોએ એકસાથે દરોડા પાડયા હતા. જેમાંથી અત્‍યાર સુધીમાં ૧૫ જેટલા સ્‍થળો પર સર્ચની કામગીરી પૂર્ણ જાહેર કરવામાં આવી છે. જોકે, હજુ પણ અન્‍ય ૧૫ સ્‍થળોએ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. બાકીના સ્‍થળો પરથી મળેલા લોકરો અને દસ્‍તાવેજોની ચકાસણી હજુ બાકી હોવાનું જાણવા મળ્‍યું છે

બેનામી પ્રોપર્ટીઃ ગજેરા ગ્રુપના નામે અને મળતિયાઓના નામે સુરત અને મુંબઈમાં બેનામી મિલકતો વસાવવામાં આવી હોવાની વિગતો.

ઓન ડિલિવરીઃ રિયલ એસ્‍ટેટ પ્રોજેક્‍ટ્‍સમાં ૭૦% થી ૯૦% રકમ રોકડેથી સ્‍વીકારીને સરકારને કરોડોના ટેક્‍સનું નુકસાન પહોંચાડયું.

ખોટા દસ્‍તાવેજોઃ શિડયુલ બેંકો સાથે છેતરપિંડી કરી મેહુલ ચોક્‍સીની સંપત્તિઓને સગેવગે કરવામાં મદદ કરી હોવાનો આરોપ

શેરબજારમાં ગેરરીતિઃ SEBIના પ્રતિબંધ હોવા છતાં અન્‍યના નામે વ્‍યવહારો ચાલુ રાખ્‍યા. મેહુલ ચોકસીની સંપત્તિઓને બચાવવા માટે ગજેરા ગૂપે ખોટા એગ્રીમેન્‍ટ્‍સ અને બેનામી ટ્રાન્‍ઝેક્‍શન કર્યા હોવાનો આક્ષેપ મિલેનિયમ માર્કેટ-૨ અને ૪ પ્રોજેક્‍ટમાં ૨૦૮૬ કરોડ પૈકી ૧૫૭ કરોડ ચેકથી અને બાકીના ૧૯૨૮ કરોડ રૂપિયા રોકડેથી સ્‍વીકાર્યા હોવાનો ગંભીર આરોપ, મિલેનિયમ ટેક્‍સટાઈલ માર્કેટ-૨ અને ૪ પ્રોજેકટમાં માત્ર ૭% રકમ ચેકથી બતાવી બાકીની ૯૩% રકમ રોકડેથી સ્‍વીકારી હતી. ગજેરાબંધુ લક્ષ્મી ડાયમંડની સાથે અન્‍ય ૪૫ જેટલી લક્ષ્મી ગ્રુપ ઓફ કંપનીમાં ડિરેક્‍ટરપદ ધરાવે છે.

મની લોન્‍ડરિંગનો વેપલો પકડાતા રૂપિયા ૨.૫૦ કરોડનો દંડ, શેર ટ્રેડિંગમાં એક વર્ષ સસ્‍પેન્‍ડ

પ્રવીણ અગ્રવાલે PMOને લખેલા પત્રમાં ઘટસ્‍ફોટ કરતા જણાવ્‍યું છે કે, લક્ષ્મી ડાયમંડ સહિત ૪૫ કંપનીઓ ચલાવતા ગજેરાબંધુઓ મની લોન્‍ડરિગનો વેપલો કરતા હોવાનું પકડાતા તેઓને ૨.૫૦ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્‍યો હતો. જ્‍યારે શેર ટ્રેડિંગમાંથી એક વર્ષ માટે તેઓને સસ્‍પેન્‍ડ કરાયા હોવાનો પત્રમાં ઉલ્‍લેખ કર્યો છે

(11:49 AM IST)