<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

સુરતના અઠવાના હીજડા વાડ પાસે લાકડા, બેલ્ટ અને પથ્થરો વડે ઓવરટેક કરવા મામલે લબરમુછીયાઓ વચ્ચે જંગ

હુમલોમાં 6થી વધુ કિશોરો રસ્તા વચ્ચે બાખડ્યા ,જાહેર રોડ પર પટ્ટા અને લાકડા ઉછળતા જોઈ લોકો હેબતાઈ ગયા.

સુરત :શહેરના અઠવા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં નજીવી બાબતે એટલે માત્ર વાહન ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે કેટલાક લબરમુછીયા યુવાનો વચ્ચે ઉગ્ર મારામારી થઈ હતી. રસ્તા વચ્ચે થયેલી મારમારીના દ્રશ્ય જોઈ લોકો હેબતાઈ ગયા હતા અને આ બબાલનો વીડિયો સ્થાનિકોએ બનાવી લીધો હતો, જેમાં કિશોરો એકબીજા પર પટ્ટા અને લાકડા વડે હુમલો કરતા જોવા મળ્યા હતા.આ ઘટના સોશિયલ મીડિયા વાયરલ થતા અઠવાલાન્સ પોલીસ એક્શનમાં આવી હતી આ ઘટમાં જે કિશોરો હતા તેની તપાસ શરૂ કરવામાં આવી છે અઠવા પોલીસે  છ પૌકી ત્રણ યુવાનની ઘરપકડ કરાઈ હતી જયારે  ત્રણ કિશોર વયના છોકરાના વાલી પર પોલીસ કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે ....
 સુરતના અઠવા વિસ્તારના હીજડા વાડ પાસે આ ઘટના બની હતી. શરૂઆતમાં માત્ર વાહન હટાવવા કે ઓવરટેક કરવા બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે, આ બોલાચાલી જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. ફલ્મી સ્ટાઇલ એ રસ્તા ની વચ્ચે મારમારી ના દ્રશ્ય જોવા મળ્યા હતા લગભગ 6થી વધુ કિશોરો અને યુવાનો એકબીજા પર તૂટી પડ્યા હતા. જાહેર રોડ પર બાથંબાથી આવ્યા.ઓવરટેક કરવાની જીદમાં જાહેર રોડ બન્યો રણમેદાન ના વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ યુવાનોમાં કાયદાનો કોઈ જ ભય રહ્યો નથી. તેઓ જાહેર રસ્તા પર જ એકબીજાના વાળ ખેંચીને, ધક્કામુક્કી કરીને અને લાતો મારીને હિંસા પર ઉતરી આવ્યા હતા.
આ મારામારી એટલી હદે વકરી હતી કે યુવાનોએ રસ્તા પર પડેલા લાકડાની ફ્રેમ, કમરના પટ્ટા (બેલ્ટ) અને પથ્થરોનો હથિયાર તરીકે ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. આ હિંસક અથડામણમાં કેટલાક યુવાનોને ગંભીર ઈજાઓ પણ પહોંચી હોવાનું સામે આવ્યું છે. ધોળે દિવસે જાહેર માર્ગ પર પટ્ટા અને લાકડા ઉછળતા જોઈ રસ્તે ચાલતા રાહદારીઓ અને સ્થાનિક રહીશો પણ હેબતાઈ ગયા હતા. સ્થાનિક લોકો આ લબરમુછીયાઓના ત્રાસથી કંટાળી ગયા હતા અને અંતે કોઈએ આ સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઈલમાં કેદ કરી લીધો હતો.સોશિયલ મીડિયા પર જ્યારે આ મારામારીનો વીડિયો વાયુવેગે પ્રસર્યો, ત્યારે સુરતની અઠવા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે વીડિયોના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સીસીટીવી ફૂટેજ અને વાયરલ વીડિયોના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણ કિશોર કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોની ઓળખ કરી છે. 

  પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે ઝઘડાનું મુખ્ય કારણ માત્ર રસ્તા પર વાહન હટાવવા જેવી બાબત હતી. હાલ પોલીસ અન્ય યુવાનોની શોધખોળ કરી રહી છે અઠવાલાઇન્સ પોલીસે તાત્કાલિક ત્રણ યુવાન પૌકી દાનિશ આરીફભાઇ શેખ ઉ વ 18 ,અમાન  ઇમરાન શેખ 19 , અક્સ્ત  ઇમરાન શેખ ઉ વ 21 ની ઘરપકડ કરવમાં આવી છે જયારે ત્રણ કિશોર કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોની ઓળખ થયા હતા અને તેમના વાલીને પોલીસ મથકે બોલવમાં આવ્યા હતા તેમના વિરુઘ કાયદેસરની કાર્યવાહી હાથ ઘરવમા આવી છે ખાસ કરીને મદદનીશ પોલીસ કમિશ્નર  વી આર મલ્હોત્રા લબર મુછિયા કિશોર અને યુવાન પૂછપરછ કરવમાં આવી હતી જયારે અમાન  શેખ અભ્યાસ કરતા હોવાનું જણાવ્યું હતું જયારે બીજા કિશોર પોતાના પરિવારને આર્થીક સહાય કરતા હોય છે અઠવા પી આઈ આઈ એમ હૂડડા યુવાન અને કિશોરવય લઈને કાયદાનું ભાન કરાવ્યું હતું સાથે તેમના વાલીને પણ સમજાવવામાં આવ્યા હતા 

(1:05 PM IST)