તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd February 2026
વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયાના આંગણે દિકરીનાં શુભલગ્ન પૂર્વે ભુપેન્દ્રભાઈની ઉપસ્થિતી
મુખ્યમંત્રીશ્રીએ કન્યાને આશીર્વાદ આપ્યા, પરિવારનાં દરેક સભ્યોને મળ્યાઃ ‘રિબડીયા પરિવાર'ની વ્હાલસોયી દિકરી ચિ.કિન્નરીનાં ૩જી ફેબ્રુઆરીએ ચિ.રિધમ સાથે મંગળફેરાઃ મુખ્યમંત્રી સહિત રાજ્યભરમાંથી રાજકીય-સામાજિક વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની હાજરી-આશીર્વાદથી આનંદ ઉમંગ અને ઉલ્લાસભર્યો માહોલ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૨: વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયાના આંગણે દિકરીનાં શુભલગ્ન પૂર્વે મુખ્યમંત્રીશ્રી પધાર્યા હતા. કન્યાને આશીર્વાદ આપી પરિવારનાં દરેક સભ્યોને મળ્યા હતા.
રિબડીયા પરિવારની વ્હાલસોયી દિકરી ચિ.કિન્નરીનાં ૩જી ફેબ્રુઆરીએ ચિ.રિધમ સાથે મંગળફેરા છે ત્યારે મુખ્યમંત્રીશ્રી સહિત રાજ્યભરમાંથી રાજકીય-સામાજિક વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની હાજરી-આશીર્વાદથી અનેરો ઉત્સાહ, ઉમંગ સાથે જબરો ખુશનુમા માહોલ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વિસાવદર નિવાસી અ.સૌ.પુષ્પાબેન તથા શ્રી દિનેશભાઈ માધવજીભાઈ રીબડીયાની સુપુત્રી ચિ.કિન્નરીના લગ્ન લેવાઈ ચૂકયા છે. રિબડીયા પરિવારનાં આંગણે શરણાઈના સૂર અને ઢોલ વાગી રહ્યા છે. લગ્નગીતો ગવાઈ રહ્યા છે. આનંદ ઉમંગ અને ઉલ્લાસભર્યો માહોલ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિસાવદરનાં પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયાના લઘુબંધુ દિનેશભાઈની સુપુત્રીના ૩જી ફેબ્રુઆરીએ શુભલગ્ન છે. આ લગ્નોત્સવ પૂર્વે જ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ વિસાવદર ખાતે રિબડીયા પરિવારનાં આંગણે પધારી. લગ્નોત્સવમાં કન્યાને આશીર્વાદ આપી તથા પરિવારનાં દરેક સભ્યોને મળ્યા. એ ઘટનાને રાજકીય નિરીક્ષકો અલગ અલગ દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે.
પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયાએ જણાવ્યું કે, સમયની ખૂબ જ વ્યસ્તતા વચ્ચે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દિકરીને આશીર્વાદ આપવા ખાસ વિસાવદર ખાતે અમારા આંગણે પધાર્યા તે બદલ અમો મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ.
વિસાવદર નિવાસી અ.સૌ.પુષ્પાબેન તથા શ્રી દિનેશભાઈ માધવજીભાઈ રીબડીયાની સુપુત્રી ચિ. કિન્નરી DMLT & MSc. (Micro bio)નાં શુભ લગ્ન બગડુ નિવાસી ગં.સ્વ.મિતાબેન તથા સ્વ. અશ્વીનભાઈ ખોડીદાસભાઈ રાબડીયાના સુપુત્ર ચિ.રિધમ MS(R)_Mech Engg. સાથે સંવત ૨૦૮૨ના મહા વદ ૨ને મંગળવાર તા.૦૩-૦૨-૨૦૨૬નાં શુભ રાત્રીનાં તોરણ નિરર્ધાર્યા છે.
ભોજન સમારંભ તા.૨-૨-૨૦૨૬ સોમવારે ૧૧ કલાકે સ્થળઃ લેઉઆ પટેલ સમાજ, બસ સ્ટેન્ડ પાસે, વિસાવદર રાખેલ છે.
તા.૨-૨-૨૦૨૬ સોમવારે સાંજીના ગીત સવારે ૮:૩૦ કલાકે, મંડપ મુહુર્ત સવારે ૯:૩૦ કલાકે, પીઠી રસમ બપોરે ૩ કલાકે, દાંડીયા રાસ રાત્રે ૮ કલાકે સતીઆઈ ફાર્મ. તા.૩-૨-૨૦૨૬ મંગળવારે સાંજે ૫ કલાકે જાન આગમન સતીઆઈ ફાર્મ, હસ્તમેળાપ રાત્રે ૮ કલાકે, જાન ભોજન સમારંભ સાંજે ૬ કલાકે સતીઆઈ ફાર્મ, શુભ લગ્ન સ્થળ શ્રી સતીઆઈ ફાર્મ જુનાગઢ રોડ, માંડાવડ (વિસાવદર), નિમંત્રક શ્રી હર્ષદભાઈ માધવજીભાઈ રીબડીયા (પૂર્વ ધારાસભ્યશ્રી, વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્ય), દઃ શ્રી દિનેશભાઈ માધવજીભાઈ રીબડીયા, શ્રી પિયુષભાઈ માધવજીભાઈ રીબડીયા, શ્રી મિહીર દિનેશભાઈ રીબડીયા, અંબા વિલા સરદાર પાર્ક સોસાયટી, જુનાગઢ રોડ, વિસાવદર, જી.જુનાગઢ મો.૯૯૭૯૪ ૩૮૮૯૦ (દિનેશભાઈ) મો.૯૦૩૩૩ ૩૫૨૦૦ (મિહીર).
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
