તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd February 2026
બજેટમાં દક્ષિણ ગુજરાતના ટેક્સટાઈલ ઉદ્યોગ માટે મોટી ભેટ: સુરત બનશે ગ્લોબલ હબ

કેન્દ્રીય બજેટ ૨૦૨૬ માં દક્ષિણ ગુજરાત, ખાસ કરીને સુરતના કાપડ ઉદ્યોગ (ટેક્સટાઈલ સેક્ટર) માટે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. માનવસર્જિત ફેબ્રિક (મેન મેડ ફેબ્રિક) ના સૌથી મોટા હબ ગણાતા સુરતને આ બજેટથી નવો વેગ મળશે. દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, સુરત ભારતનું સૌથી મોટું ટેક્સટાઈલ ક્લસ્ટર હોવા છતાં અહીં 'સેન્ટર ઓફ એક્સેલન્સ' નો અભાવ હતો. નાણામંત્રીએ બજેટમાં તમામ મોટા ટેક્સટાઈલ ક્લસ્ટરોમાં સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવાની અને ટેકનોલોજી અપગ્રેડેશન માટે ક્લસ્ટર-સ્પેશિફિક સપોર્ટની જાહેરાત કરી છે, જેનો સીધો લાભ સુરતને મળશે.
વધુમાં, ઔદ્યોગિક વિસ્તારમાં 'ટેક્સટાઈલ યુનિવર્સિટી' સ્થાપવાની જાહેરાત પણ કરવામાં આવી છે, જે કુશળ માનવબળ પૂરું પાડશે. નીતિ આયોગની જી-હબ પહેલ હેઠળ સુરત, ભરૂચ, નવસારી, તાપી, ડાંગ અને વલસાડને આવરી લેતા 'સુરત ઈકોનોમિક રીજન' (એસઇઆર) ને વૈશ્વિક કક્ષાના હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો (એમ એસ એમ ઈ) માટે સી જી ટી એમ એસ ઈ સ્કીમ હેઠળની મર્યાદા ૫ કરોડથી વધારીને ૧૦ (દસ) કરોડ રૂપિયા કરવામાં આવી છે, જે નાના ઉદ્યોગકારો માટે મોટી રાહત સમાન છે.
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
