તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd February 2026
‘સ્વતંત્રતા કા મંત્ર વંદે માતરમ' ગુજરાતને પ્રથમ ક્રમનો એવોર્ડ
એવોર્ડ સ્વીકારતા વિક્રાંત પાંડે અને કિશોર બચાણી ગુજરાતના ટેબ્લોને મળેલ પ્રથમ એવોર્ડ નવી દિલ્હી ખાતે ડો. વિક્રાંત પાંડે અને કિશોર બચાણીએ સ્વીકારેલ તે પ્રસંગની તસ્વીર.

ગાંધીનગર તા. રઃ નવી દિલ્હીના રાષ્ટ્રીય રંગશાળા શિબિર ખાતે યોજાયેલા પારિતોષિક વિતરણ સમારોહમાં કેન્દ્રિય રાજ્ય રક્ષામંત્રી શ્રી સંજય સેઠના હસ્તે આપવામાં આવેલી આ ટ્રોફી અને પ્રમાણપત્રનો ગુજરાત રાજ્ય વતી મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે અને માહિતી કમિશનર શ્રી કિશોર બચાણીએ સ્વીકાર કર્યો હતો.
આ સાથે જ ટેબ્લો નિર્માણની પ્રક્રિયા સમયે રાષ્ટ્રીય રંગશાળા ખાતે યોજાયેલી વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા સાંસ્કળતિક નળત્યોની સ્પર્ધામાં ગુજરાતના નળત્યને પ્રોત્સાહક ઈનામ પ્રાપ્ત થયું હતું.
‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ' વિષય આધારિત ચાલુ વર્ષનો ટેબ્લો ગુજરાત સરકારની માહિતી કમિશનર કચેરી દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો.
માહિતી કમિશનર શ્રી કિશોર બચાણીના દિશાદર્શન અને અધિક માહિતી નિયામક શ્રી અરવિંદ પટેલના માર્ગદર્શનમાં સંયુક્ત માહિતી નિયામક ડો. સંજય કચોટ અને ફિલ્મ પ્રોડક્શન શાખાના નાયબ માહિતી નિયામક સુશ્રી ભાવના વસાવા દ્વારા આ ટેબ્લો નિર્માણની સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ પૂર્વે વર્ષ ૨૦૨૩માં પુનઃ પ્રાપ્ય ઊર્જાના મહત્તમ ઉપયોગના આહવાનને સાકાર કરવામાં ગુજરાતની પહેલરૂપે રજૂ કરવામાં આવેલા ‘ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત' ટેબ્લોને ‘પોપ્યુલર ચોઈસ' શ્રેણીમાં એવોર્ડ સાથે શરૂ થયેલી આ વિજય પરંપરાને આગળ વધારતાં વર્ષ ૨૦૨૪માં રજૂ કરવામાં આવેલા ગુજરાતના ‘ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ' થીમ આધારિત ટેબ્લોએ ‘પોપ્યુલર ચોઈસ' શ્રેણીમાં એવોર્ડની સાથે સાથે ટેબ્લોઝની શ્રેષ્ઠતા માટેની પસંદગી સમિતિની ‘જ્યુરીઝ્ ચોઈસ' શ્રેણીમાં પણ બીજો ક્રમ મેળવ્યો હતો.
જ્યારે વર્ષ ૨૦૨૫માં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ગુજરાતે આધુનિક વિકાસની જે હરણફાળ ભરી છે તેની વિકાસ ગાથા અને પ્રાચીન વિરાસતની ઝાંખી દર્શાવતો ‘આનર્તપુરથી એકતાનગર સુધી - વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ' ટેબ્લો ‘પોપ્યુલર ચોઇસ એવોર્ડ' જીત્યા બાદ સતત ચોથા વર્ષે આ શ્રેણીમાં વર્ષ ૨૦૨૬ નો આ રાષ્ટ્રીય પુરસ્કાર જીતીને ગુજરાતે ઈતિહાસ સર્જ્યો છે.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
