તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd February 2026
ના બેટાનું...ના બાપનું...હવે ગુજરાત આપનું : ગોપાલ ઇટાલીયા દ્વારા આમ આદમી પાર્ટીનું નવુ સુત્ર જાહેર
ભાજપના રાજમાં ભાજપના નેતા અને તેના પુત્રની જોડીએ ગુજરાતને બરબાદ કર્યુઃ વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્યના ભાજપ સરકાર ઉપર પ્રહારો

રાજકોટ, તા., રઃ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ આજે આમ આદમી પાર્ટીનું નવુ સુત્ર જાહેર કર્યુ છે. તેમણે જણાવ્યું છે કે, ના બેટાનું, ના બાપનું હવે ગુજરાત આપનુ.
ગોપાલ ઇટાલીયાએ વધુમાં જણાવ્યું કે, કોઇ પણ જગ્યાએ ભાજપના નેતાને જમીન જોઇતી હોય અથવા તો કોઇ મુશ્કેલી પડે તો બુલડોઝર ફેરવી દે છે અને ગરીબોના ધંધા છીનવી લે છે. ભાજપના લોકોને અહંકાર છે. બાપ-બેટાની જોડી ભાજપના નામે લોકોને હેરાન કરે છે. નેતાઓ ભાજપમાં ઉચ્ચ હોદા હોય છે અને તેમના દિકરાઓ ગુજરાતમાં ક્રાઇમ કરે છે. જુદા જુદા કૌભાંડો પણ આચરે છે છતાં પણ તેનો વાળ વાંકો થતો નથી. બાપ-બેટાની જોડી ગુજરાતને બરબાદ કરે છે અને આ દુષણ ગામડાથી લઇને રાજય સરકાર સુધી પહોંચ્યું છે. શ્રમીકો-યુવકો-ગરીબો ખુબ જ હેરાન થઇ રહયા છે.
ગોપાલ ઇટાલીયાએ વધુમાં જણાવ્યું કે, આ ગુજરાત ગુજરાતના લોકોનું છે અને શ્રમીકોને પુરતુ વળતર મળે તથા યુવકોને રોજગારી મળે અને ગરીબો સધ્ધર થાય તે માટે ભાજપ સરકારે પ્રયાસ કરવા જોઇએ.
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
