<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

ગુજરાતના ટેબ્લોએ વર્ષ 2026માં સતત ચોથા વર્ષે “પોપ્યુલર ચોઈસ કેટેગરી”મા પ્રથમ એવોર્ડ પ્રાપ્ત

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ વિજેતા ટ્રોફી અને પ્રશંસાપત્ર અર્પણ કરવામાં આવ્યા

ગાંધીનગર : ૭૭મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે નવી દિલ્હી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં રજૂ કરવામાં આવેલા ગુજરાતના ટેબ્લોએ વર્ષ 2026માં સતત ચોથા વર્ષે “પોપ્યુલર ચોઈસ કેટેગરી”મા પ્રથમ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો.
માહિતી અને પ્રસારણ સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને માહિતી કમિશનર કિશોર બચાણી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ વિજેતા ટ્રોફી અને પ્રશંસાપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય સચિવ એમ.કે.દાસ, મુખ્યમંત્રી કાર્યાલયના અગ્ર સચિવ સંજીવકુમાર તથા માહિતી કમિશનર કચેરીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

(6:26 PM IST)