તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૫ રવિવાર
News of Monday, 2nd February 2026
સુરતના માંડવીમાં પાણીંની ટાંકી તૂટયા બાદ તંત્ર જાગ્યું : હવે આ કોન્ટ્રાક્ટરે બાંધેલી અન્ય 13 જેટલી ટાંકીની ટેકનિકલ તપાસ કરાશે
આરોપીઓએ સાઉથ ઝોનમાં અન્ય 13 જેટલી ટાંકીઓનું પણ નિર્માણ કર્યું છે. જે તમામ હવે શંકાના દાયરામાં આવી ગઈ

સુરત જિલ્લાના માંડવીમાં, ગુજરાત સરકારની આબરુ લેનાર પાણીંની ટાંકી તુટી પડવાની ઘટના મુદ્દે તપાસ તેજ થવા પામી છે. તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે, કોન્ટ્રાક્ટરે અન્ય 13 ટાંકી પણ બાંધી હતી, હવે આ કોન્ટ્રારક્ટરે બાંધેલી તમામ પાણીની ટાંકીની ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ કોન્ટ્રાક્ટરના હિસાબ કીતાબ ચકાસવા માટે ચાર્ટ્ડ એકાઉન્ટન્ટને રાખ્યાં છે. ટેકનિકલ ખામીઓની સાથે સાથે હવે આર્થિક વ્યવહારોમાં થયેલી ગેરરીતિઓને પકડવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)ની વિશેષ નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ સાઉથ ઝોનમાં અન્ય 13 જેટલી ટાંકીઓનું પણ નિર્માણ કર્યું છે. જે તમામ હવે શંકાના દાયરામાં આવી ગઈ છે.
માંડવી ટાંકી કૌભાંડની તપાસ કરી રહેલી ખાસ એસઆઈટી (SIT) ટીમે હવે આર્થિક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. CA કોન્ટ્રાક્ટ સાથે સંકળાયેલા તમામ નાણાકીય વ્યવહારો, બેંક ડિટેલ્સ અને ટેન્ડર પ્રક્રિયામાં થયેલા ખર્ચની ઝીણવટભરી તપાસ કરશે. પોલીસનું માનવું છે કે આ કૌભાંડ માત્ર નબળા બાંધકામ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેમાં મોટા પાયે નાણાકીય હેરાફેરી પણ થઈ હોઈ શકે છે. તપાસ દરમિયાન એક ચોંકાવનારી વિગત સામે આવી છે કે આ કૌભાંડના આરોપીઓએ સાઉથ ઝોન વિસ્તારમાં અન્ય 13 જેટલી પાણીની ટાંકીઓ બનાવી છે. તડકેશ્વરની ઘટના બાદ હવે આ 13 ટાંકીઓની ગુણવત્તા સામે પણ સવાલો ઉભા થયા છે. શું આ ટાંકીઓમાં પણ ભ્રષ્ટાચાર આચરીને નબળું મટીરીયલ વાપરવામાં આવ્યું છે? તે જાણવા માટે પોલીસ અને વિજિલન્સની ટીમો સક્રિય થઈ છે. આ તમામ ટાંકીઓના સેમ્પલ લઈને ટેકનિકલ તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
